અમદાવાદના બે બાળકોને ફ્રાંસના દંપતિએ દત્તક લીધા

અમદાવાદના પાલડી ખાતે બાળ સંરક્ષણ ગૃહ ખાતે છેલ્લાં એક વર્ષથી આશ્રય લઇ રહેલા બે બાળકોને 27 માર્ચ 2019ના રોજ ફ્રાન્સના દંપતિને કાયદાકીય અને જરૂરી દત્તક લેવાની વિધિ બાદ દત્તક તરીકે આપવામાં આવ્યા
હતાં.
અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સીંઘની હાજરીમાં વિનાયક અને વિજ્ઞેશ નામના આ બાળકોને ફ્રાંસના દંપતિ ઝેરમી અને માર્લીન પ્લાટીનને દત્તક તરીકે આપવામાં આવ્યા હતાં. ઝેરમી ફ્રાંસમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કાર્યરત છે અને શ્રીમતી માર્લીન બાળ અધિકારી તરીકે કાર્યરત છે.
અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સીંઘે કહ્યું કે, આજનો દિવસ ભાવપૂર્ણ છે. વસુધૈવ કુટુંબકમની ભાવના આજે સાચા
અર્થમાં તરિતાર્થ થઇ છે. બાળકો સહેલાઇથી ગમે તે પરિસ્થિતિમાં ઢળી જાય છે. આ બંને બાળકો પણ ઝડપથી નવી જગ્યાએ સેટ થઇ જશે. આ બાળકોના નવા ભવિષ્ય માટેની શુભકામનાઓ પણ તેમણે આપી હતી.
આ અવસરે અમદાવાદ બાળ સંરક્ષણ મંડળના પ્રમુખ કે.સી. પટેલ, ગીરીશભાઇ દાણી બાળ સંરક્ષણ સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.