અમદાવાદની નવી સરદાર પટેલ -એસપી હોસ્પિટલમાં ડેથ થાય તો એક રૂપિયો ફ્રી નથી. વી એસ હોસ્પિટલમાં તમામ ખર્ચ ફ્રી કરી દેવાતું હતું. નવી હોસ્પિટલમાં પેશન્ટ દાખલ થાય તો રૂ.5થી 6 હજારનું ખર્ચ રોજનું થાય છે. અમદાવાદના મેયર બિજલ પટેલે ગરીબ દર્દીઓ પાસેથી ઊંચી ફી લઈને ઉઘાડી લૂંટ શરૂ કરી દીધી છે. બિજલ પટેલ અમદાવાદના પાંચમાં મહિલા મેયર છે.
સ્ટેન્ડિંગ ચેરમેન બ્રાહ્મણ અમુલ ભટ્ટ, ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, પક્ષના નેતા અમિત શાહ અને દંડક રાજુ ઠાકોર આ લૂંટમાં ભાગીદાર છે.
બિજલ મેયર બન્યા ત્યારે કહ્યું હતું કે, ‘હું તો ઈન્ટરકાસ્ટ છું. હું જૈન વણિક અને પાટીદાર ભેગી છું. મારા પ્રેમલગ્ન થયા છે. મારી કામગીરી જોઈને મને આ જવાબદારી સોંપાઈ છે.’
ત્યારે પક્ષે તેમની શું કામગારી જોઈ હતી અને આજે શું થઈ રહ્યું છે એવો સવાલ અમદાવાદના નાગરિકો પૂછી રહ્યાં છે.
કેટલી ફી અને ચાર્જ લેવામાં આવે છે તેની વિગતો
વિષય વીએસ એસવી તફાવત
એન્જિયોગ્રાફી રૂ.4 હજાર રૂ.6 હજાર રૂ.2 હજાર
બાયપાસ સર્જરી રૂ.72હજાર રૂ.90 હજાર રૂ.18 હજાર વધું
રિપોર્ટ રૂ.10માં 300 રિપોર્ટ રિપોર્ટ પ્રમાણે ચાર્જ
કન્સલ્ટન્ટ રૂ.10 રૂ.100થી 300 10થી 30 ગણો ચાર્જ
ફોલોઅપ રૂ.00 રૂ.50થી 200 50થી200 ગણો વધું
ડાયટ કન્સલ્ટન્ટ રૂ.0 રૂ.100 100 ગણો વધું
ઇમરજન્સી ફી 24 કલાક ફ્રી રાતના 8થી સવારના 8 સુધી રૂ.150 150 ગણો
નાનું ઓપરેશન રૂ.3000 ટીચીંગ રૂ.3 હજાર – એક્ઝીક્યુટીવ રૂ.10,000
મેજર ઓપરેશન રૂ.5000 ટીચીંગ રૂ.5 હજાર, એક્ઝીક્યુટીવ રૂ.30,000
જટિલ ઓપરેશન રૂ.8000 ટીચીંગ 8 હજાર, એક્ઝીક્યુટીવ 50,000 (નિષ્ણાંત સર્જનના અગલચાર્જ)
લેબ ચાર્જીસ રૂ.250 જેટલા ટેસ્ટ ફ્રી બ્લડ, સીરમ, બોડી ફ્લયુડ સહિત ચાર્જેબલ
સેમી ડિલક્ષ રૂ.300-600 રૂ.1500
સ્પેશિયલ રૂમ રૂ.1000 —
ડિલક્ષ રૂ.1500 રૂ.2000
સ્યૂઇટ નથી રૂ.2500
જનરલ વોર્ડ રૂ.00 રૂ.300
નવા કેસના 10 300
એક્સરે રૂ.00 રૂ.100-રૂ.200
સીટી સ્કેન રૂ.100 રૂ.200-અંદાજિત
જનરલ બેડ રૂ.0 રૂ.300
દાખલ (બીજા દિવસે) રૂ.0 રૂ.600 બેડ+ કન્સલ્ટીંગ દવા અંદર ફ્રી ચાર્જેબલ
દવા રૂ.ફ્રી હોસ્પિટલના દરેક ફ્લોર પર દવાની દુકાન
લેબ ચાર્જ રૂ.500થી અનંત ચાર્ચ
ઈસીજી ફ્રી રૂ.150
ઈકો ફ્રી રૂ.1000
વેન્ટીલેટર રૂ.1000 રૂ.1500