અમદાવાદમાં આઇટીના દરોડામાં જાણીતા રિદ્ધિ સિદ્ધિ ગ્લુકો લિમિટેડમાંથી 4 કરોડ રૂપિયાની રકમ મળી આવી હતી. હાલ આઈટીના અધિકારીઓએ કંપનીના ચેરમેન અને ડાયરેક્ટરોના ઘરે સકંજો કસતા તેમના પર તવાઈ બોલાવી છે. દરોડામાં મોટી સંખ્યામાં બ્લેકમની ઝડપાય તેવી શક્યતા છે.
અગાઉ આણંદના ઉમરેઠમાં ફાયનાન્સ પેઢી પર આયકરના દરોડા પડ્યા હતા, જેમાં આયકરની 2 ટીમો દ્ધારા ચોકસી બજારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ રેડમાં એસ એલ ચોકસીની પેઢી, વ્રજ જવેલર્સ પેઢીમાં પણ આયકર વિભાગના દરોડા પડ્યા હતા. આ સિવાય પેઢી અને નિવાસ સ્થાને આયકરની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
રાજકોટમાં આવકવેરા વિભાગ દ્ધારા થોડા સમય પહેલા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં મારૂતિ કુરિયરે 2.50 કરોડનો એડવાન્સ ટેક્સ ભરીને પ્રશંસનીય કામગીરી હાથ ધરી હતી. હવે આશુતોષ એન્ટરપ્રાઈઝમાં સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. એવું ચર્ચાઇ રહ્યું છે કે, આઇટી વિભાગમાં ટાર્ગેટ પૂરો કરવા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સિવાય પોરબંદરમાં ફિશના વેપારીને ત્યાં આવક વેરા વિભાગનો સર્વે થયો હતો. જેમાં સાગર સમ્રાટ નામની ફિશ એક્સપોર્ટ પેઢીને ત્યાં સર્વે હાથ ધરાયા હતો. આ સર્વમાં મોટા પ્રમાણમાં કાળુ નાણું બહાર આવે તેવી શક્યતા સેવાઇ હતી.
રાજકોટમાં અગાઉ પણ જ્યોતિ CNCમાં ITનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મેટોડા સ્થિત મુખ્ય યુનિટ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ITના 26 અધિકારીઓની ટીમ દ્રારા કાર્યવાહી હાથ ધરાઇ હતી. પરાક્રમસિંહ જાડેજા જ્યોતિ cncના માલિક છે.