અમદાવાદ, તા.12
અમદાવાદમાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા અને શહેર પ્રમુખ, ધારાસભ્ય જગદીશ પંચાલ વચ્ચે રાજકીય પ્રભુત્વ જાળવી રાખવાની લડાઈ છેલ્લાં ઘણા સમયથી ચાલી રહી છે. જેમાં પક્ષના સંનિષ્ઠ કાર્યકરોનો ખો નિકળી રહ્યો છે. કૌશિક જૈન અને જગદીશ પંચાલ વચ્ચે મારામારી અને ગાળો ફેંકવામાં આવી હતી તેનો જ આ ભાગ છે.
અમદાવાદમાં ત્રણ મહામંત્રી છે, પણ તેમાં જગદીશ પંચાલ જે કહે તે જ થાય છે. મહામંત્રીને પૂછવામાં આવતું નથી. પક્ષમાં એક વ્યક્તિનું પ્રભૂત્વ ઊભું થઈ ગયું છે. પક્ષની આંતરિક લડાઈ ચાલતી હોવાથી નીચેના – પાયાના કાર્યકરો નારાજ છે પણ તેઓ બોલી શકતા નથી. પણ ટોચના નેતાઓમાં વર્ચસ્વની લડાઈ જામી છે.
અમરાઈવાડી વિધાનસભામાં પરેશાની
લોકસભાની 2019ની ચૂંટણીમાં કીરીટ સોલંકીને અમરાઈવાડી વિધાનસભાની બેઠક પરથી 93 હજાર મતની સરસાઈ મળી હતી. હવે ભાજપની બની બેઠેલી ટોળકીથી 25 હજારની લીડ મળી શકે તેમ નથી. સ્થાનિક જૂના કાર્યકરોને બોલાવવામાં આવતા નથી. તેથી જૂના કાર્યકરો હવે દેખાતા નથી. પૂર્વ કોર્પોરેટરો અમરાઈવાડીમાં ક્યાંય દેખાતા નથી. જ્યાં કોંગ્રેસના બેનર ક્યારેય લાગતા ન હતા ત્યાં ભાજપના બેનર જોવા મળતા નથી. જૂથવાદના કારણે જવાબદાર લોકો અમરાઈવાડીમાં ગેરમાર્ગે દોરે છે. સીનીયર કાર્યકરો આવતાં નથી. પૂર્વ કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. વોટર સ્પલાઈના ચેરમેન રમેશ દેસાઈ, અને તેની મંડળી અમરાઈ વાડીની મંડળી દરેક જગ્યાએ તે વ્યવસ્થામાં હોય છે.
સાચા કાર્યકરો દુઃખી
પક્ષના સાચા કાર્યકરો મજૂરી કરી રહ્યાં છે. જ્યારે હોદ્દેદારો વર્ષોથી એકના એક જ જોવા મળે છે. પક્ષના વરિષ્ઠ નેતાઓ અમદાવાદ આવે છે ત્યારે, અમદાવાદમાં એકના જ એક હોદ્દેદારોને જવાબદારી આપવામાં આવે છે. બીજા કાર્યકરોને તો પડદા પોસ્ટર્સ અને તોરણ બાંધવાનું કામ કરવામાં આવે છે. પણ વ્યસ્થાપકો તો એકના એક જ જૂથના જોવા મળે છે.
બીજાની મદદ
જગદીશ પંચાલે પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માટે જય શાહ અને બિપીન ગોતાની કાયમ મદદ લીધી છે. તેમનું નામ તો બધા કાર્યકરોને આપે છે પણ જે કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોય ત્યારે પંચાલ એવું કહી દે છે કે અમિતભાઈ સાથે વાત થઈ ગઈ છે. એટલે બધા સમસમીને બેસી જાય છે.
સીન્ડીકેટ
પક્ષના કાર્યક્રમોના પંચનું અને પંડાલનું ડેકોરેશનનું કામ કાયમ મુકેશને આપવામાં આવે છે. અમદાવાદ ભાજપના એક સીન્ડીકેટ ઊભી થઈ છે. સીન્ડીકેટ ઊભી થઈ છે તે, પક્ષને ખતમ કરી રહી છે. વિખવાદો ઊભા કરી રહી છે. ધંધાના ભાગીદારોને પક્ષના હોદ્દેદારો બનાવી દેવાયા છે. તેમની સામે પ્રદીપ જાડેજા પણ કંઈ કરી શકતા નથી. પંચાલ જેવા નેતાઓ મીઠું બોલીને પક્ષના ટોચના નેતાઓને કાંતો ભોળવે છે કાંતો તેમને જે કંઈ જોઈએ છે તે પૂરું પાડે છે.
જૂના કાર્યકરો ગુમ કરાયા
હવે રાકેશ શાહ જેવા આંગળીના વેઢેં ગણી શકાય એવા પક્ષના થોડા કાર્યકરો જોવા મળે છે. બાબુ ઘડીયાળી કે જેના જેવા બહું ઓછા કાર્યકરો પક્ષમાં જોવા મળે છે. ગુંડા અને પૈસાદાર લોકો પક્ષમાં આવી ગયા છે. પક્ષનું ઓછું અને પોતાના ધંધાનું વધું કામ કરે છે. સત્તાના દલાલો વધું જોવા મળે છે. પૈસા કમાનારા વધું જોવા મળે છે. રમેશ ઘડીયાળી, પૂર્વ મહામંત્રી જયંતી પટેલ, જયેન્દ્રસિંહ વાઘેલા તથા રાજુભાઈ પટેલ માસ્તર જેવા વર્ષો જૂના કાર્યકરોની અવગણનાના કારણો હવે શહેરમાં દેખાતા નથી. તેની સામે ભાસ્કર ભટ્ટને ચોથીયા મંત્રી તરીકે કાર્યકરો ઓળખે છે, તેમને અને કમલેશ પટેલને પૂછીને જ તમામ નિર્ણયો પંચાલ દ્વારા લેવામાં આવી રહ્યાં છે. બીજા મંત્રીઓને કૌશિક જૈન અને મનુભાઈ કાથરોટીયાને તિરસ્કૃત્ત કરવામા આવી રહ્યાં છે. તકવાદી નેતાઓ પક્ષને વધું નુકસાન કરે છે. એવું કાર્યકરો માની રહ્યાં છે.
પ્રજાના પ્રશ્નો વિધાનસભામાં નહીં
ગુજરાત વિધાનસભામાં ગૃહના શોક પ્રસ્તાવ દરમિયાન ભાજપના ધારાસભ્ય ઊંઘતા ઝડપાયા હતા. શહીદોને શ્રદ્ધાંજલિની વાતો વચ્ચે જગદીશ પંચાલ ઉંઘતા ઝડપાયા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીના શોક પ્રસ્તાવ ભાષણ દરમિયાન જગદીશ પંચાલ ઊંઘી ગયા હતા. તેઓ જીતુ વાઘાણીની પાછળ જ બેઠા હતા. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત તેમજ જગદીશ પંચાલ વચ્ચે મારામારી અને ગાળાગાળી થઈ હતી. ગુંડાગર્દી થઈ તેને પોતાની સફળતા ગણાવીને પછી પક્ષમાં ભારે વર્ચસ્વ ઊભું કરી દીધું છે.
2017માં ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે જગદીશ પંચાલે કહ્યું હતું કે 150થી વધુ બેઠકો પર ભાજપનો વિજય થશે. પણ એવું થયું નહીં તેથી કાર્યકરો મજાક કરે છે. તે સમયે જગદીશ પંચાલે પ્રદિપસિંહની મદદથી સી.કે.પટેલ અને જગદીશ પટેલનો ખેલ પાડી દીધો હતો. હસમુખ પટેલે ટિકિટ માંગી નહીં હોવા છતાં અને તેના માટે કોઈ જ રજૂઆત ન હોવા છતાં હરીફોને કાપવા તેમની ટિકિટ અપાઈ હતી.
લોકસભાની અમદાવાદ પૂર્વની બેઠકના ઉમેદવાર નક્કી કરવા મોટું નાટક ભજવાયું હતું. મ્યુઝીકલ ચેરની જેમ વારંવાર ઉમેદવારો પણ બદલાતા રહ્યા હતા. તેની પાછળ ભાજપનું આંતરિક રાજકારણ છે.
વફાદારીની મહેનત એળે
પડદા પોર્ટર્સ બાંધનારા કાર્યકરો કહે છે કે, વર્ષો સુધી વફાદારીથી મહેનત કરવાનો કોઈ જ અર્થ નથી સાવ કહ્યાગરા માણસોને લોટરી લાગતી હોય છે. મજબૂત કાર્યકરોને આગળ આવવા દેવાતા નથી. ભાજપનું રાજકારણ એટલે પૈસા, પ્રેમ, દલાલી અને નસીબનો ખેલ હોય તેવું લાગી રહ્યું છે. શહેર પ્રમુખ જગદીશ પંચાલે ભૂતકાળમાં નિકોલ વિધાનસભાની બેઠક પરથી જગદીશ પટેલની ટિકિટ કાપી નાખી હતી. પંચાલ પોતે જગદીશ પટેલને નડી ગયા હતા.
મદદ લીધા બાદનું પ્રભુત્વ
શરૂઆતમાં અમિત શાહને વાત ગળે ઉતારવા માટે જગદીશ પંચાલ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપ જાડેજાની મદદ લીધી હતી. હવે પ્રદીપ જાડેજાએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે પંચાલ સામે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
ગુજરાતી
English



