અમદાવાદના સિંધુભવન રોડ પર તાજ હોટેલ બનશે

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં સિંધુભવન માર્ગ પર મોકાનાં સ્થળે 1.4 એકરમાં લક્ઝરી બ્રાન્ડ તાજ હોટેલ શરૂઆત 2020માં શરૂઆતમાં કરવામાં આવશે. સંકલ્પ ઇન સાથે ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL)એ પાર્ટનરશિપ કરી છે.  અમદાવાદની શાનમાં વધારો કરનારી આ હોટેલમાં 315 રૂમ હશે, ઓલ-ડે-ડિનર, સ્પેશિયાલિટી રેસ્ટોરાં, ટી-લોંજ તેમજ બેન્ક્વેટિંગ અને કોન્ફરન્સિંગની વિશાળ સ્પેસ, સ્પા, સ્વિમિંગ પૂલ અને ફિટનેસ સેન્ટર સામેલ હશે.

અમદાવાદ વાણિજ્યિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે. સંકલ્પ ઇન પાસે દુનિયાભરમાં 150થી વધુ રેસ્ટોરાં વર્ષ 1980માં સ્થાપિત સંકલ્પ-ઇન હોસ્પિટાલિટી, પેકેજ્ડ ફૂડ્સ, ઉત્પાદન અને વિતરણ, નિકાસ, હોટેલિએરિંગ અને રિયલ એસ્ટેટમાં કાર્યરત ડાઇવર્સિફાઇડ કંપની છે. અમદાવાદમાં સ્પેશિયાલિટી રેસ્ટોરાં સાથે શરૂઆત કરનાર ગ્રૂપ અત્યારે દુનિયાભરમાં 150થી વધારે સફળ રેસ્ટોરાં ચલાવે છે. ભારતમાં સૌથી વધુ ઝડપથી વિકસતી કંપની છે.

ટાટા ગ્રૂપનાં સ્થાપક જમશેદજી ટાટાની કંપનીએ 1903માં મુંબઈમાં એની પ્રથમ હોટેલ ધ તાજ મહલ પેલેસ શરૂ કરી હતી. અત્યારે IHCL 179 હોટેલ ઓપરેટ કરે છે, જેમાં 30નું બાંધકામ ચાલી રહ્યું છે. આ હોટેલ્સ દુનિયાનાં 12 દેશો અને 80થી વધારે શહેરોમાં છે.