ગોલમાલ – 1 હજાર EVM બદલાયા

ઈવીએમ, વીવીપેટ, સીયુ મળીને કૂલ 2148 મત મશીનોમા ખામી સર્જાઈ છે. આ આંક બહુ ઊંચો માનવામાં આવે છે. જે વિજાણું મતદાન માટે પુનઃ વિચારણા કરવા જેવો મુદ્દો છે.  એક લોકસભા દીઠ સરેરાશ 82.61 મત મશીનો ખરાબ થયા હતા. જેમાં ઈવીએમ 553 ખરાબ થયા હતા. જે સરેરાશ એક લોકસભામાં 21 ઈવીએમ ખોટકાયા હતા. સીયુ 400 અને વીવીપેટ 1195 ખોટકાયા હતા. આમ ચૂંટણીને ગંભીર અસર મત મશીન દ્વારા થઈ હતી. જે મત મશીનથી ચૂંટણી ન કરવા તરફ લઈ જાય છે. મોક પોલ વખતે 400 ઈવીએમ ખરાબ થઈ ગયા હતા. આમ 900 જેવા ઈવીએમ ખરાબ નિકળે એ ગંભીર ચિંતા ઊભી કરે છે. જે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર પ્રશ્નો ઊભા કરી રહી છે.

400 ઈવીએમ ગણવામાં આવે તો એક ઈવીએમમાં 1000થી 1200 સરેરાશ મત હોય છે. તે હિસાબે 600 મત ગણીએ તો કોઈ એક ઉમેદવારની હાર કે જીત થઈ શકે છે. તેથી ચૂંટણી પંચે જ્યાં ઈવીએમ બદલેલા છે તે તમામ મતદાન મથકની જાહેર યાદી પ્રસિદ્ધ કરીને તેમાં કેટલું મતદાન થયું તે જાહેર કરવું જોઈએ, તો જ મતદાનમાં ગોલમાલની શંકા લોકોમાંથી દૂર થશે.

વળી આ વખતે ગુજરાતમાં કૂલ 68 હજાર ઈવીએમ વપરાયા હતા. જે તમામ નવા જ લાવવામાં આવ્યા છે. આ બે બાબત અંગે મતદારોમાં શંકા ઊભી થઈ છે. ઘણી જગ્યાએ તો સત્તાધારી પક્ષ દ્વારા દાદાગીરી અને માફિયાગીરી કરવામાં આવી હતી. જેણે પણ મતદાન પર અત્યંત ગંભીર અસર કરી હતી.

વળી, મત ક્યાં જાય છે તે ચોક્કસ જાણી શકાતું નથી. તેથી મતપેટીમાં ચેડાં થતાં હોવાની શંકા દરેક ચૂંટણીમાં ઊભી થાય છે. આ ચૂંટણીમાં મશીન દ્વારા મતદાન ન થવું જોઈએ એવી માંગણી વિરોધ પક્ષના તમામ નેતાઓએ ચૂંટણી પંચ સમક્ષ કરી હતી તેમ છતાં તે પ્રથા ચાલુ રાખવામાં આવી હતી.

આમ ફરી એક વખત કાગળથી મતપેટીમાં મતદાન કરવાનો સમય આવી ગયો છે. દુનાયામાં મોટી લોકશાહી દેશમાં હવે મશીન દ્વારા મતદાન થતું નથી. ત્યાં મશીન બંધ કરીને બેલેટ દ્વારા કાગળથી કરવામા આવે છે.

કયા વિસ્તારમાં કેટલા ઈવીએમ ખરાબ થયા

મતક્ષેત્રEVMsની સંખ્યામોક પોલમાંEVMs બદલાયામોકપોલમાં બદલવાના ટકા % મતદાનમાંEVMs બદલાયા
EVM વપરાયા BUSCUsVVPATsBUSCUsVVPATsBUSCUsVVPATsBUSCUsVVPATs
કચ્છ (SC)2143214321431634290.751.591.35131339
બનાસકાંઠા201220122012519210.250.941.046627
પાટણ2107210721071522290.711.041.38121148
મહેસાણા1863186318631313250.70.71.34151250
સાબરકાંઠા4762238123811819320.380.81.34422162
ગાંધીનગર3950197519751518240.380.911.22281428
અમદાવાદપૂર્વ3790189518951414140.370.740.74301533
અમદાવાદપશ્ચિમ155615561556716170.451.031.099922
સુરેન્દ્રનગર4356217821781415220.320.691.01261344
રાજકોટ2050205020501225230.591.221.12313153
પોરબંદર3708185418542935280.781.891.51522648
જામનગર3892194619461920270.491.031.39422148
જુનાગઢ191319131913814320.420.731.67232365
અમરેલી190819081908813210.420.681.1101046
ભાવનગર200520052005920290.4511.45111133
આણંદ184718471847914130.490.760.78936
ખેડા2111211121111423380.661.091.8191942
પંચમહાલ2146214621462534481.161.582.24101041
દાહોદ (ST)1950195019501121190.561.080.97151568
વડોદરા1824182418242129451.151.592.47151535
છોટાઉદેપુર(ST)2233223322332532471.121.432.19944
ભરૂચ3832191619162220250.571.041.3261341
બારડોલી(ST)2202220222021432280.641.451.27191961
સુરત1681168116811820271.071.191.61161653
નવસારી4196209820983124270.741.141.29502582
વલસાડ(ST)205720572057934390.441.651.9161446
કુલ6809451851518514015807290.591.121.45534001195