અમદાવાદ મહાનગર પાલિકા હસ્તકના શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આઠ અન્ડર બ્રિજ છે. બે થી -અઢી ઇંચના સરેરાશ વરસાદમાં અંડરબ્રિજ બંધ કરી દેવા પડે છે અને પમ્પથી પાણી નિકાલની વ્યવસ્થા કરવી પડેછે. જનસુખાકારી માટે બંધાયેલા અંડરબ્રિજ માં જે તે સમયે ( નિર્માણની સ્થિતિએ ) પાણીના વ્યવસ્થિત નિકાલ માટે કેમ વિચારાયું નહિ હોય ? તેવો સવાલ સાહજિક છે.અંડરબ્રિજ માં જળ-જમાવના પરિણામેનાગરિકોએ, કેટ-કેટલું ફરીને ગંતવ્ય સ્થાને પહોંચવું પડે છે અને આ પરિણામે,આજુ-બાજુના સાંકડા રસ્તાઓ પર ટ્રાંફિક વધી જાય છે એટલે ગીચતા અને અ -વ્યવસ્થા,વધી જાય છે
મહાનગર પાલિકાએ રોડ સેટલમેન્ટની સંખ્યા આ વખતે વધારી છે.અને આમાં ભૂવાને કેટેગરાઈઝડ કરવામાં આવશે। રસ્તાઓના સમારકામ બાદ એક સર્વેથી આ કામગીરી કરવામાં આવી છે. મહાનગર પાલિકાના સાશકો નું આત્મ મંથન અને રાજ્ય સરકારના સતત મોનીટરીંગથી, નાગરિકોનું ચોમાસુ હેમખેમ પસાર થાય તો સારું છે. બાકી, પ્રતિ વર્ષ થતા કડવા અનુભવ પછી, મહાનગર પાલિકાનાસત્તાધીશો કંઈક નવું શીખીને તેની અમલવારી પર અત્યારથી ધ્યાન આપશે તો આગામી ચોમાસે શહેરીજનોને વધુ તો નહિ પણ પાંચ ટકા ફાયદો જરૂર થશે.