અમદાવાદની ઓળખ બન્યું દિવાળી ગિફ્ટ પેક !!

અમદાવાદ,તા:૨૭ દિવાળી-નૂતન વર્ષ નિમિતે  મીઠાઈ-ડ્રાય ફ્રૂટ્સની   ગિફ્ટ પેકેટમાં આપલે થતી હોય છે. ત્યારે એક સાંસ્કૃતિક લોક નૃત્ય  સંસ્થા દ્વારા સ્નેહીજનોને આપવા માટે નવીનતમ  હેરિટેજ સીટી અમદાવાદની વૈશ્વિક ઓળખ બનેલો ચબુતરાને ગિફ્ટ પેક બનાવાયો છે. જેમાં ડ્રાય ફ્રૂટ્સ મુકવામાં આવ્યા છે. કલાત્મક ચબુતરાની લાકડાની  પ્રતિકૃતિમાં મુકાયેલા ડ્રાય ફ્રૂટ્સના ઉપયોગ બાદ આ ગિફ્ટ પેકને ટેબલ ટોપ અથવા   ઘરની શોભા વધારવા  પ્રદર્શિત કરાય તેવા હેતુસર ચબુતરારૂપી  ૧૦૦ જેટલા  ગિફ્ટ પેક યુવા  કલાકારો કલાકાર  મહર્ષિ પટેલ  અને નિધિ દેસાઈ સહીત તેમની ટિમ દ્વારા  તૈયાર કરવામાં આવ્યા છે.   ફોટો:કલ્પિત ભચેચ