સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ એન્ડ સ્મોલ કોઝ કોર્ટનું ઉદધાટન આજે ગુજરાત વડી અદાલતના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ અનંત એસ.દવેએ કર્યુ હતું. જણાવ્યું કે,રામનવમી ચૈત્રી નવરાત્રીનાં આખરી દિવસ, બૈસાખી જેવાં પવિત્ર દિવસે આ નવા ન્યાયસંકુલનું ઉદ્ધધાટન થયું છે. આ ઉપરાંત આ કોર્ટ સંકુલ મંદિર,મસ્જીદ,ચર્ચની વચ્ચે આવેલું છે,જે સર્વધર્મ સમભાવની પ્રતિતિ કરાવે છે.
કાર્યકારી ચીફ જસ્ટિસએ ગઝલકાર અને કવિ આદિલ મન્સૂરીની પંકિતઓ ’’નદીની રેતમાં રમતું આ નગર મળે ન મળે ’’ રજૂ કરી અમદાવાદ શહેરની ઐતિહાસિકતા અને પુરાતનતાને વ્યકત કરી હતી.
ગુજરાત કલબનાં પ્રાંગણમાં જ બનેલ કોર્ટ સંકુલનુ ઉદધાટન કરતાં પોતાને ખુશનશીબ ગણાવતા તેમણે કહ્યું કે,આ કલબ ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામની પાયોનીયર છે. કારણ કે, અહીં સરદાર વલ્લભભાઇ પટેલ, દાદા માવલંકર બ્રિજની રમત રમવાં સાથે વકીલાત પણ કરતાં હતાં, ગાંધીજીએ પણ આ સંકુલની મૂલાકાત લીધી હતી તે દ્રષ્ટિએ આ જગ્યા ઐતિહાસિક છે.
અદ્યતન સુવિધાઓ,વકીલો માટે પણ એ.સી જગ્યા એ.સી કોર્ટ રૂમ,વાંચનાલય સાથેની અદભૂત બનેલ આ ઇમારત યથાતથ જળવાઇ રહે તે માટે ઉપસ્થિત વકીલોને તેમણે અપીલ કરી હતી.
આ અવસરે હાઇકોર્ટનાં જસ્ટિસશ્રી એ.જે.દેસાઇ, સાથે કાર્યકારી ચીફ જસ્ટિસએ સમગ્ર કોર્ટ સંકુલનાં વિવિધ વિભાગોની મુલાકાત લઇ પોતાની પ્રસન્નતા વ્યકત કરી હતી.
આ પ્રસંગે જસ્ટિસ એ.જે.દેસાઇ અમદાવાદ બાદ એસોસીએશનનાં પ્રમુખ પરેશભાઇ જાનીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા કતાં સિટિ સિવિલ કોર્ટનાં પ્રિન્સીપલ જજ એમ.કે.દવેએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
કોર્ટ સંકુલનાં ઉદધાટન પ્રસંગે સ્મોલ કોઝ કોર્ટનાં ચીફ જજશ્રી વાય.એ.ભાવસાર,ગુજરાત બાર એસોસીએસનાં પ્રમુખશ્રી દિપેન દવે, સ્મોલ કોઝ બાર એસોસીએશનનાં પ્રમુખ જે.બી.પ્રજાપતિ, હાઇકોર્ટનાં જસ્ટિસઓ ડિસ્ટ્રિકટ જજો,વકીલો તથા ન્યાય જગતનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.