
અમદાવાદ, તા.17
21 ઓકટોબરથી એમટીવી અને એમટીવા બીટ્સ ચેનલ પર પ્રસારીત થવા જઈ રહેલ દેશના સૌથી મોટો ફેશન હંટ કમ રીયાલીટી શો મીસ્ટર એન્ડ મીસ 7 સ્ટેટસ માટે અમદાવાદ શહેરની 17 વર્ષની સૃષ્ટી કુંદનાનીની પસંદગી થઈ છે. સૃષ્ટીની સાથે સાથે બીજા 7 રાજયોમાંથી પણ ઘણા કંટેસ્ટન્ટ્સ આ શોમાં ભાગ લેશે.
સૃષ્ટી કુંદનાની ડિવાઈન ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરી રહી છે. માત્ર 6 વર્ષની ઉંમરથી જ તેણે અમદાવાદની ઘણી બધી બ્રાન્ડસ અને બ્યુટિશિયન્સ માટે ફોટોશૂટ, મોડેલીંગ ચાલુ કરી દીધુ હતુ. સૃષ્ટી ઘણા ડાન્સ કોમ્પીટીશન્સ પણ જીતી ચૂકી છે. તદ્ઉપરાંત સૃષ્ટી કુંદનાની વડોદરમાં આયોજીત મોડેલીંગ હંટ શો ગુજરાત ટોપ મોડલ 2019ની પણ ફર્સ્ટ રનરએપ રહી ચૂકી છે. આજે પોતાની આવડતના જોરે દેશના સૌથી મોટા ફેશન હંટ કમ રીયાલીટી શો મીસ્ટર એન્ડ મીસ 7 સ્ટેટસમાં તેનું સિલેકશન થઈ ગયુ છે ત્યારે તે પોતાનું કેરિયર મોડલીંગ, એન્કરીંગ અને એકટીંગમાં બનાવવામાં માંગે છે.

English





You must be logged in to post a comment.