35 ઝૂંપડપટ્ટીમાં 10 હજાર પાકા મકાનો ન બન્યા
1 જૂન 2018માં શહેરના પૂર્વ વિસ્તારના 21 ઝુંપડ પટ્ટી તથા પશ્ચિમ વિસ્તારના 14 ઝૂંપડપટ્ટીને પસંદ કરી ડિનોટિફાઇવ કરીને સલાહકાર રિ-ડેવલપમેન્ટની ડિઝાઇન પણ તૈયાર કરી હતી. તે માટે રૂ.1 હજાર કરોડના ઠેકાઓ બહાર પાડવાના હતા. હજુ સુધી મેયર બિજલ પટેલ બહાર પાડી શક્યા નથી. 6 લાખ ચોરસ મીટરની જગ્યાની આ 35 ઝુંપડ પટ્ટી તોડી 10 હજાર કુટુંબોને પાકુ ઘર આપવા અંગે ભાજપના સત્તાધિશોને કંઈ થયું નથી.
૧. નવરંગપુરા રબારીના છાપરાં
૨.આંબાવાડી જીવા ડોસાના છાપરાં
૩. જુનાવાડજ કબીર ટેકરી
૪. જુનાવાડજ કંકુમાંની ચાલી
૫. સાબરમતી હરીવનના છાપરાં
૬. સાબરમતી છારા નગર
૭. પાલડી બેંક ઓફ બરોડા સોસાયટીના છાપરાં
૮. પાલડી ગણેશનગર
૯. રાણીપ સિધ્ધેશ્વરીના છાપરા
૧૦. વાસણા મહાકાલીનગર, ગણેશનગર
૧૧. બહેરામપુરા લવલવીની ચાલી
૧૨. બહેરામપુરા સાઇટ એન્ડ સર્વિસના છાપરાં
૧૩. દાણીલીમડા કસાઇની ચાલી
૧૪. દાણીલીમડા સૂર્યાનગર
૧૫. વટવા માટીખાણ
૧૬. નરોડા સંતોષનગર
૧૭. સૈજપુર પારસીના ભઠ્ઠાના છાપરા
૧૮. નરોડા રોડ મેલડીપુરા
૧૯. રખિયાલ સત્યદેવના છાપરા
૨૦. અસારવા બાબુપુરીના છાપરા
૨૧. અસારવા કન્તનવાલી ચાલી
૨૨. મેઘાણીનગર નાડિયા વાસ,
૨૩. મેઘાણીનગર નારાયણ પટેલની ચાલી
૨૪. અસારવા કેન્ટોનમેન્ટના છાપરાં
૨૫. અસારવા ખાડાવાલી ચાલી
૨૬. ઓઢવ રામનગર
૨૭. રામોલ રાજીવનગર
૨૮. ઓઢવ રાજીવનગર
૨૯. નિકોલ ભાઠીજીનો ટેકરો
૩૦. થલતેજ હરસિદ્ધનગરના છાપરાં
૩૧. સરદારનગર સરણિયા વાસ
૩૨. રાણીપ જોગેશ્વરીના છાપરાં
૩૩. રાણીપ પીએન્ડ ટીના છાપરાં
૩૪. સરદારનગર બળિયાદેવનગર
૩૫. ગોતા મલાવતળાવ સ્લમ