અમદાવાદનું હવાઈ મથક અદાણીને વેચી મરાયું

નવી દિલ્હી :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ)નાં અમદાવાદ, લખનૌ અને મેંગાલુરુ એમ ત્રણ એરપોર્ટને ભાડાપટ્ટે આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ ત્રણ એરપોર્ટ જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી)નાં ધોરણે સૌથી ઊંચી બિડ કરનાર મેસર્સ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડને ભાડાપટ્ટે આપવામાં આવ્યાં છે, જેણે આ ત્રણેય એરપોર્ટનાં ઓપરેશન, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ માટે 50 વર્ષનાં ભાડાપટ્ટાનાં ગાળા માટે બિડ ડોક્યુમેન્ટની શરતો અને નિયમો મુજબ સૌથી ઊંચી બિડ કરી હતી.

અસર:

આ પ્રોજેક્ટ્સથી સરકારી ક્ષેત્રમાં જરૂરી રોકાણ મળવા ઉપરાંત ડિલિવરી, કુશળતા, ઉદ્યોગસાહસિકતા અને વ્યાવસાયિકતામાં કાર્યદક્ષતા આવશે. એનાથી એએઆઈની આવકમાં પણ વધારો થશે, જે એએઆઈને ટિઅર 2 અને ટિઅર 3શહેરોમાં વધારે રોકાણ કરવા તરફ દોરી શકે છે તથા આ ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન કરવા અને સંબંધિત માળખાગત સુવિધાઓની દ્રષ્ટિએ આર્થિક વિકાસને વેગ મળશે.

દેશના 6 મોટા એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગુજરાતનું સૌથી મોટું બિઝનેસ ગ્રૂપ અદાણીને દેશના 5 એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેમાં અમદાવાદ પણ સામેલ છે. અમદાવાદ એરપોર્ટની બાગડોર હવે 50 વર્ષ સુધી અદાણી ગ્રૂપ દ્વારા કરવામાં આવશે.

અદાણી એન્ટરપ્રાઈઝે આજે દેશના 5 મોટા શહેરનો એરપોર્ટ માટે લગાવવામાં આવેલી બોલી જીતી લીધી છે. તેમાં મેંગલોર, લખનઉ, ત્રિવેન્દ્રમ, અમદાવાદ અને જયપુર સામલ છે. આ પાંચેય એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે હવે અદાણી ગ્રૂપ 50 વર્ષ સુધી અમદાવાદ સહિત આ પાંચેય એરપોર્ટની બાગડોર સંભાળશે. AAI (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ 6 એરપોર્ટનુ ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુવાહાટી એરપોર્ટ માટે આવતીકાલે 26 ફેબ્રુઆરીના રોજ બોલી લગાવવામાં આવશે.

એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 6 શહેરો માટે 10 બિડરે 32 બોલી લગાવી હતી. કોચીન ઈન્ટરનેશનલ એરોપર્ટ, પીએનસી ઈન્ફ્રાએ પણ બોલીમાં ભાગ લીધો હતો. પરંતુ તેઓ હરાજી સફળ થઈ શક્યા ન હતા. સૂત્રોનું કહેવું છે કે, જે 5 એરપોર્ટમાં પેસેન્જર ટિકીટ પર લાગતી ફીમાંથી કમાણીનો ભાગ મળશે, ન કે રેવન્યુ શેર પર. ઉલ્લેખનીય છે કે, ગુવાહાટી એરપોર્ટ માટે આવતીકાલે 26 ફેબ્રુઆરીના રોજ બોલી લગાવવામાં આવશે.

અદાણી ગ્રૂપે મુંબઈ એરપોર્ટમાં 23 ટકા ભાગીદારી ખરીદવાની પણ રજૂઆત કરી છે. તેમાં બે દક્ષિણ આફ્રિકી કંપનીઓ છે, જેની 23.5 ટકા ભાગીદારી છે. આ પર અદાણીનો મુકાબલો જીવીકે ગ્રૂપ સાથે થશે, જેને બંને કંપનીઓની ભાગીદારી ખરીદીને મુંબઈ એરપોર્ટમાં ભાગીદારી વધારવામાં રસ બતાવ્યો હતો.