અમદાવાદનું હવાઈ મથક નફો કરતું હોવા છતાં અદાણીને કેમ અપાયું ?

દેશના પાંચ એરપોર્ટને ચલાવવાની જવાબદારી હવે અદાણી જૂથ પાસે રહેશે. દેશના છ એરપોર્ટ માટે લગાવવામાં આવેલી બોલીમાં અદાણી જૂથ પાંચમાં આગળ રહ્યું છે. હવે અમદાવાદ સહિત પાંચ એરપોર્ટનો વહીવટ તેને મળી ગયો છે. અમદાવાદનું હવાઈ મથક નફો કરતું હોવા છતાં તે અદાણીને આપી દેવામાં આવ્યું છે. જે શંકા પેદા કરે છે.

અન્ય એરપોર્ટ્સમાં લખનૌ, જયપુર, મેંગલુરુ અને ત્રિવેન્દ્રમનો સમાવેશ થાય છે. એક અન્ય ગુવાહાટી એરપોર્ટ અંગે મંગળવારે નિર્ણય કરાશે. આ પ્રોજેક્ટોની સાથે જ અદાણી જૂથે એવિએશન ક્ષેત્રમાં પ્રવેશ મેળવી લીધો છે.

હવે અદાણી જૂથ પચાસ વર્ષ સુધી આ પાંચ એરપોર્ટને અપગ્રેડ અને ઓપરેટ કરશે તેવી માહિત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ)ના એક સીનિયર અધિકારીએ તેની માહિતી આપી છે. ‘મંથલી પર પેસેન્જર ફી’ થકી અદાણી જૂથની પસંદગી કરાઇ છે.

અધિકારીઓએ જણાવ્યું કે એરપોર્ટના અન્ય બિડર્સની સરખામણીએ અદાણી જૂથનું બિડિંગ ‘અત્યંત આક્રમક’ હતું. અદાણી જૂથ ઉપરાંત આ હરાજી પ્રક્રિયામાં જીએમઆર, કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ, પીએનસી ઇન્ફ્રા, એનઆઇઆઇએફ, એએમપી, આઇ-ઇન્વેસ્ટમેન્ટ, કેએસઆઇડીસી અને ઓટોસ્ટ્રાડે ઇન્ફ્રા. પણ સામેલ હતાં.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવેમ્બરમાં કેન્દ્રસરકારે એએઆઇ સંચાલિત છ એરપોર્ટને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) આધારે વહીવટ માટે એક દરખાસ્તને મંજૂરી આપી હતી. એએઆઇના અધિકારીએ જણાવ્યું હતું કે આ એરપોર્ટનું સંચાલન માટે ૧૦ કંપનીઓ તરફથી કુલ ૩૨ ટેક્નીકલ બિડિંગ કરાયું હતું.

અમદાવાદ અને જયપુર માટે સાત-સાત બોલી હતી. બીજી બાજુ લખનૌ અને ગુવાહાટી એરપોર્ટ માટે ૬-૬ જ્યારે મેંગલુરુ અને ત્રિવેન્દ્રમ એરપોર્ટ માટે અનુક્રમે ૩-૩ બોલી હતી. જોકે ગુવાહાટી એરપોર્ટ અંગે મંગળવારે નિર્ણય લેવાશે.

અદાણી જૂથ તરફથી મંથલી પર પેસેન્જર ફીની દરખાસ્ત
અમદાવાદ એરપોર્ટ રૂ.૧૭૭
લખનૌ એરપોર્ટ રૂ.૧૭૧
જયપુર એરપોર્ટ રૂ.૧૭૪
મેંગલુરુ એરપોર્ટ રૂ.૧૧૫
ત્રિવેન્દ્રમ એરપોર્ટ રૂ.૧૬૮