અમદાવાદનો નવો રિંગરોડ 10 વર્ષ સુધી નહીં બની શકે

ભારતમાં અમદાવાદ જ એક એવું શહેર છે કે જેની પાસે સંપૂર્ણ રિંગ રોડ છે. દિલ્હી, ચંદીગઢ અને ગાંધીનગર શહેરમાં આવા રિંગ રોડ છે પણ તે નવા શહોરો હોવાથી છે. અમદાવાદમાં સરદાર પટેલ (એસપી ) રિંગ રોડ બન્યા પછી વધુ એક 150 કિ.મી.નો રિંગરોડ બનાવવા નક્કી કર્યું હતું. જેનાથી ગાંધીનગર અને અમદાવાદ ખૂબ ઝડપથી એકબીજામાં ભળી જઈને એક શહેર બની જવાનું હતું. હવે રિંગ રોડ 10 વર્ષ પાછળ ધકેલાઈ ગયો છે. ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરને એક શહેર બનાવવા માટેનો અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ – AUDA – અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી  દ્વારા બહું આયામી પ્રોજેક્ટ હાલ પૂરતો લટકી ગયો છે.

ટ્વિન સીટીના ઓરતા હવે અધૂરા રહેતા જણાય છે. આજથી ચાર વર્ષ પહેલા સૂચિત રિંગરોડના કાર્યનો ભારંભ થયો હતો. પરંતુ હવે લાગે છે કે, ઔડા ઓથોરિટી ‘આરંભે શૂરા’ સાબિત થઇ છે. પ્રાસ્તાવિત રિંગરોડનો આ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે, કોણ કરશે અને કેવી રીતે પૂર્ણ થશે તે અંગે માત્ર અનુમાન છે. એક વાત નક્કી છે કે, નજીકના ભવિષ્યમાં આ સૂચિત રિંગરોડ તૈયાર થવાના કોઈ જ એંધાણ નથી.

જમીન સંપાદન નહીં કરાતાં વિલંબ

અંદાજિત 300 ફીટ કે 90 મીટરનો પહોળો બનવાનો હતો, પણ હવે તે ટાઉન પ્લાનીંગની કામગીરીમાં અટવાઈ ગયો છે. ઔડાના ચીફ એક્ઝિક્યુટિવ એ.બી ગોર આ પ્રતિનિધિને સ્પષ્ટ કહે છે કે, નજીકના ભવિષ્યમાં સૂચિત રિંગરોડના નિર્માણની કોઈ જ શક્યતા નથી. તેનું કારણ, ટીપી પ્રક્રિયા છે. જમીન સંપાદન કરીને રિંગરોડના નિર્માણમાં ઔડાને કોઈ રસ નથી. આ પ્રક્રિયા અત્યંત જટિલ છે અને બહુ લાંબી પણ છે. સાથોસાથ જમીનના યોગ્ય ભાવનું પણ એક કારણ બને છે. ચીફ એક્ઝિક્યુટિવ ગોર ઉમેરે છે કે, ભવિષ્યમાં ઔડા ઓથોરિટી કયા ફોર્મમાં હશે, તે કહી ના શકાય પણ, સૂચિત રિંગરોડમા દાયકાથી વધુ સમય નીકળી જાય તો નવાઈ નહિ. ઔડા ટીપી પ્રક્રિયાથી જ રિંગરોડ બનાવવા માંગે છે. અમદાવાદ-ગાંધીનગરને જોડનારા સૂચિત રિંગરોડના નિર્માણ આડે ઉભી થયેલી જટિલ સમસ્યા હવે ક્યારે ઉકેલાશે ? કોણ ઉકેલશે ? કેવી રીતે ઉકેલશે ? તેનો જવાબ ખુદ ઓથોરિટી પાસે નથી.

જમીન સંપાદનના રૂ.23 હજાર કરોડ

જમીન સંપાદન માટે ખેડૂતોને રૂ.23 હજાર કરોડ આપવા પડે તે તે ઔડા કે ગુજરાત સરકાર આપી શકે તેમ નથી. તેથી ટીપીનો રસ્તો અપનાવીને એક રૂપિયો વળતર આપવો ન પડે એવી વ્યૂહરચના છે. પણ તેના માટે ખેડૂતોને ટીપીમાં 40 ટકા જમીન તે બાદ આપવી પડે તો જ રોડ શક્ય બનશે. 150 કિ.મી. લાંબા રોડમાં 90 મીટર પહોળા રોડમાં ઓછામાં ઓછી 1.35 લાખ મીટર જમીન રોડ પાછળ જાય તેમ છે. હાલ રૂ.10 હજારનો મીટરનો ભાવ ગણીને તેના ત્રણ ગણા લેખે રૂ.30 હજાર એક મીટરે ખેડૂતોને આપવા પડે તેમ છે. 23500 કરોડથી વધું રકમ આપવી પડે તેમ છે. એસપી રિંગ રોડમાં જો જમીન સંપાદન થઈ હોત તો ત્યારે રૂ.10 હજાર કરોડ ખેડૂતોને આપવા પડ્યા હોત. જમીન ટીપીમાં લઈ લેતા સરકારની આ રકમ બચી હતી અને ખેડૂતોને 40 ટકા જમીન ટીપીની પરત આપવામાં આવી હતી.

કેવો હતો નવો રિંગ રોગ

1916માં નવા રિંગ રોડની બ્લ્યુપ્રિંટ તૈયાર કરી દેવામાં આવી હતી. એસ. જી. હાઈવે અને એસ. પી. રિંગ રોડ. રોડે અમદાવાદની કાયાપલટ કરી છે. તેથી 10 વર્ષ પછીનું વિચારીને નવો રિંગ રોડ બનાવવાનું નક્કી કરાયું હતું.

શું નથી થયું ?

150 કિમી લાંબા રોડની એલાઈમેન્ટ થઈ નથી.

લેન્ડમાર્ક બતાવવા પડે તે થયું નથી.

સેટેલાઈટ મેપીંગથી રોડ મેપ થયો નથી.

ટીપી બનનાવવાની શરૂંઆથ થઈ નથી

જમીન સંપાદન શરૂં કર્યું નથી.

કૃષિ અને રહેણાંક, ઝોન બનાવવા પડે