અમદાવાદનો બેસ્ટ વિકએન્ડ, પોળોનું જંગલ

અમદાવાદ નજીક વીકેન્ડ માટે છે બેસ્ટ છે આ જગ્યા… મુલાકાત ન લીધી હોય તો અચુક એકવાર લઇ લેજો…
અમદાવાદની પાસે આવેલા ‘પોળોના જંગલ’. અમદાવાદથી માત્ર 150 કિમી દૂર આવેલા વિજયનગર એરિયામાં એક ખૂબ જ સુંદર પોળો જંગલ આવેલું છે. અમદાવાદની સાવ નજીક હોવા છતાં હજુ સુધી આ પોળો જંગલ અંગે બહુ ઓછા લોકો જાણે છે. આ જંગલમાં ઉંચા વૃક્ષો, પર્વતો, અવનવા પક્ષીઓ અને ચારેતરફ હરિયાળી સાથે તમે કુદરતને માણી શકો છો.
આ જંગલની વચ્ચે 15મી સેન્ચ્યુરીનું એક જૂનું મંદિર પણ આવેલું છે. અહીંના શર્નેશ્વર, પંચાયતન મંદિરની કોતરણી જોઇને તમે દંગ રહી જશો. આ પોળો જંગલ ‘મોસ્ટ વિઝિટેડ’ ટૂરિસ્ટ સ્પોટ નથી, તેથી તમને અહીં હોટેલ્સ અને રિસોર્ટ જોવા નહીં મળે. અહીં ‘પોલો રિટ્રીટ’ કરીને એક જગ્યા આવેલી છે જ્યાં ટ્રાઇબલની વસ્તી રહે છે. પોલો રિટ્રીટમાં તમને ગુજરાતી અને રાજસ્થાની ભોજન આસાનીથી મળી રહેશે. જે લોકોને ટ્રેકિંગ અને હાઇકિંગનો શોખ છે તેઓએ ચોક્કસથી આ જગ્યાની મુલાકાત લેવી જોઇએ.

એ.સી.વાનુુ તબીયાડ