1) રામવિજયના ફાફડા અને અમદાવાદની નમ્બર ૧ મસાલેદાર કઢી
૨) નાગજી ભુદરની પોળની ફરસી પૂરી અને ગાઠીયા
૩) પાનાચંદની શુદ્ધ દૂધનો હલવો અને ગરમ બાસૂદી
૪) જલારામની પાપડી અને સુપર ટેસ્ટી ગ્રીન ચટણી
૫) જનતાના દાળ વડા અને સાથે ફુદીના અને આમચૂર પાવડર ની ચટણીઓ
૬) સૌરાષ્ટ્ર ફરસાણ, સાંકડી શેરીના લસણીયા મમરા (ફોટો નથી)
માણેકચોક – ખાડિયાના 100 વર્ષ જૂના રહેવાસીઓની આ દુકાનોની શ્રેષ્ઠતમ વાનગીઓ ખાઈને મોટા થયા છે. તેઓને શબ્દોની પડી નથી સ્વાદના મોહતાજ છે. અમદાવાદના યુવાનો આ સ્વાદ નહીં જાણતા હોય. આ દુકાનો પોતે જ એક બ્રાન્ડ છે. 60થી 100 વર્ષ કરતા વધુ સમયથી તેમની બ્રાંડ આજે 3થી 5 પેઢીથી ચાલતી આવી છે. હવે તેઓ હેરીટેન વોકનો એક ભાગ પણ બની છે.
નવા અને યુવા અમદાવાદીઓ આ વાનગીઓ મન ભરીને માણે છે.