અમદાવાદ,તા:૨૬ દેશના અર્થતંત્રને કથડતું કરવાનું એક ષડયંત્ર પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જો કે આ ષડયંત્રને પાર પાડવા માટે પાકિસ્તાને પોતાના માણસો મોકલવાની જરૂર રહેતી નથી. થોડાઘણા રૂપિયામાં આપણા જ સ્થાનિક યુવાનો આ ષડયંત્રનો ભાગ બનીને નકલી નોટોના હેન્ડલર બનીને દેશના અર્થતંત્રને તોડી રહ્યા છે. અમદાવાદના બાપુનગરમાંથી આવા જ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
અમદાવાદના બાપુનગરમાં ક્રાઈમબ્રાન્ચે વોચ ગોઠવી એક શખ્સ વિક્રમ દહિયાને ઝડપી લીધો હતો, જેની પાસેથી રૂ.500ના દરની 33 નકલી ચલણી નોટ જપ્ત કરવામાં આવી છે. આ શખ્સની પૂછપરછમાં પોલીસને અનેક ચોંકાવનારી વિગતો મળી આવી છે.