અમદાવાદમાંથી 19 બોગસ તબીબો ઝડપાયા

અમદાવાદ શહેર અને જિલ્લામાંથી છેલ્લા બે વર્ષમાં 19 બોગસ તબીબો ઝડપાયા છે અને તેમની સામે ફોજદારી કાર્યવાહી કરીને તેમના દવાખાના સીલ કરવામાં આવ્યા હોવાની નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે લેખિતમાં માહિતી આપી છે.

31-05-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં તબીબોની ડિગ્રીની ચકાસણી ક્યારે કરવામાં આવી હતી? આ ચકાસણી દરમિયાન વર્ષવાર કેટલા નકલી ડિગ્રી ધરાવતા તબીબો મળી આવ્યા અને તેમની સામે શા પગલાં લેવામાં આવ્યા?

વર્ષ 2017-18 દરમિયાન તા. 07-06-2017, તા. 03-09-2017 અને તા. 16-01-2018 ના રોજ અમદાવાદ શહેર જિલ્લામાં તબીબોની ડિગ્રીની ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2018-19 માં તા. 11-01-2018, તા. 15-02-2018, તા. 18-02-2018, તા. 13-06-2018, તા. 27-07-2018, તા. 10-09-2018, તા. 12-09-2018, તા. 01-11-2018, તા. 10-12-2018, તા. 11-12-2018, તા. 14-12-2018, તા. 15-12-2018 અને તા. 07-01-2019 ના રોજ તબીબોની ડિગ્રીની ચકાસણી કરવામાં આવી હતી.

આ ચકાસણી દરમિયાન વર્ષ 2017-18 માં નકલી- બોગસ ડિગ્રી ધરાવતા 06 તબીબો અને વર્ષ 2018-19 દરમિયાન 13 નકલી કે બોગસ ડિગ્રી ધરાવતા તબીબો મળી આવ્યા હતા. આ તમામ 19 બોગસ કે નકલી ડિગ્રી ધરાવતા તબીબો સામે તપાસ અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે આવી નકલી કે બોગસ ડિગ્રી ધરાવતા તબીબોના દવાખાના સીલ કરવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું.