અમદાવાદ,તા:૦૨
અમદાવાદના વિક્ટોરિયા બગીચા પાસે આવેલ પ્રાચીન નિંબાકૅદેવતીથૅ, પંચનાથ મહાદેવ મંદિરમાં સૂયૅનારાયણની શૈલીની દૃષ્ટિએ અગીયારમી સદીના ઉત્તરાર્ધ કે બારમી સદીના પૂર્વાઘૅનું ઉપાસ્ય શિલ્પ છે. સૂયૅ નારાયણનુ શિલ્પ 66. 5 સેન્ટિ. ઉચુ અને 4 સેન્ટિ. પહોળું છે બને હાથમાં કમળ છે. કવચઘારી પ્રતિમાની ઉપર બંને બાજુએ અશ્ચમુખી અશ્ર્વિનીકુમારો તથા નીચે આયુઘ પુરુષોમાં કહાર પદ્મ ઘારણ કરેલી ત્રિભંગમાં ઊભેલી સ્ત્રીઓ અને દંડ ઘારણ કરેલા તથા દંડ વગરના પુરુષના શિલ્પ છે. તસવીર દિલીપ ઠાકર.