અમદાવાદ શહેરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચાલતી શાળાઓ ઉદ્યોગ જેટલો નફો કરે છે
1) શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે સાનિધ્ય શોપિંગ સેન્ટરમાં આવેલી ડી.એલ. રાવલ શાળા
2) વેજલપુરમાં આવેલી નીલકંઠ હાઇસ્કૂલ અને સાબર હેમ સ્કૂલ
3) નારણપુરામાં આવેલા કોમર્શિયલ બિલ્ડિંગમાં સુમન વિદ્યાલય
4) AEC ચાર રસ્તા નજીક આવેલી સૂરજ હિન્દી સ્કૂલ
5) વસ્ત્રાપુરમાં આવેલી ગ્રાન્ટેડ શાળા આનંદ વિદ્યાલય
6) ઘોડાસરમાં આવેલી ઈમેજ સ્કૂલ
પૂર્વમાં કૃષ્ણનગર વિસ્તારમાં 7 શાળાઓ ધમધમી રહી છે
આ કોમ્પેલક્સમાં અંકુર ઈંગ્લીશ સ્કૂલ, ઉદગમ વિદ્યાલય, જય ઉમિયા પ્રાથમિક શાળા જેવી અલગ અલગ સ્કૂલ નિકોલ નરોડા રોડ પરની ધરતી વિદ્યાલય છે.
બે શાળાનાં આચાર્ય શું કહે છે?
નીલકંઠ સ્કૂલનાં આચાર્ય દિનાબહેન પરમારે કહ્યું કે, એનઓસી માટે અરજી કરી છે પણ હજુ સુધી જોવા કોઈ આવ્યું નથી. 15 વર્ષથી આ સ્કૂલ ચાલે છે ત્યારે તે વખતે માન્યતા મળી છે. માન્યતા રદ થશે તો એક વર્ષ પુરતુ ચલાવવા માંગ કરી છે.
અંકુર સ્કૂલનાં આચાર્ય મિત્તલબહેન મોદી કહે છે, અમને એનઓસી મળી ગઈ છે. સુરતની ઘટના પછી અમે અહીં નજીકમાં બીજી સ્કૂલ લઈ લીધી છે અને ત્યાં વિદ્યાર્થીઓને શિફ્ટ કર્યા છે.