અમદાવાદ : અમદાવાદ શહેરની વેપારી અને રહેણાંકની 23.50 લાખ મિલ્કતોનો વેરો કયા આધારે લેવામાં આવે છે તેની કોઈ વિગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર નથી. ચોંકાવનારો ઘટસ્ફોટ માહીતી અધિકાર કાયદા હેઠળ થયો છે. ગેઝેટની નકલ અમપાના વહીવટીતંત્ર પાસે નથી.
મિલ્કતવેરો કાયદાની કઈ જોગવાઈ અને કઈ પધ્ધતિ અને 18 ટકા વ્યાજ કયા નિયમ હેઠળ વસુલાય છે એ અંગે માહિતી માંગી હતી. ગુજરાત પ્રોવિન્શયલ મ્યુનિસિપલ કોર્પોરેશન કાયદાના શિડયુલ(અ)પ્રકરણ-આઠના વિનિયમ-30 મુજબ મિલ્કતવેરા પૈકી દરેક મિલ્કતવેરો છ માસિક હપ્તા મુજબ માર્ઓચ-કટોબર એમ બે હપ્તામાં વસુલવાનો મુળ નિયમ છે. છતા વાર્ષિક વસૂલાય છે.
કાર્પેટ એરીયા આધારીત મિલ્કતવેરાની વસુલાત કરાય છે એ અંગેનુ ગેઝેટ ૨૫ સપ્ટેમ્બર-૨૦૧૧ના રોજ બહાર પાડવામાં આવ્યુ હતુ એની નકલ પણ અમપા પાસે ન હોવાનુ અરજદારને લેખિતમાં કહેવામાં આવ્યુ છે.
વર્ષ-૨૦૧૮-૧૯નો જેમણે ટેકસ ભરી દીધો હોય.વર્ષ-૨૦૧૯-૨૦નો વેરો ભરવાની તારીખ વીતી ગઈ હોય,તેમાં બે વર્ષના વેરાને યુઝર ચાર્જ પર ઓનલાઈન કોમ્પયુટરમાં વ્યાજ ગણાતુ હોવાનો આક્ષેપ માહિતી માંગનારા પુર્વ ઈન્સપેકટર પુનમ પરમારે કર્યો છે. અધિકારીનું કહેવું છે કે, આ અંગે એસેસર અને ટેકસ કલેકટર દેબાશિષ બેનર્જીને આ અંગે કોઈ જાણ નથી. પરંતુ તાતા કન્સલ્ટન્સીને કામગીરી સોંપેલી છે. જેથી જા કોઈ સ્થળે સોફટવેરમાં ખામીના કારણે આમ થતુ હોઈ શકે છે.