અમદાવાદમાં છ દિવસમાં ડેન્ગ્યૂના ૧૭૦ કેસ નોંધાયા

અમદાવાદ,તા.૭
અમદાવાદમાં ચોમાસાની મોસમ પુરી થયા બાદ મચ્છરજન્ય રોગચાળાએ માઝા મુકી છે.શહેરમાં આ માસના પહેલા છ દિવસમાં જ ડેન્ગ્યૂના ૧૭૦ કેસ નોંધાતા અમપા હેલ્થ વિભાગ દોડતુ થઈ ગયુ છે.પુરા થયેલા ઓકટોબર માસમાં માત્ર ડેન્ગ્યૂના જ કુલ ૧૨૦૯ જેટલા કેસ નોંધાયા હતા.

આ અંગે અમપાના હેલ્થ ઓફીસર ભાવિન સોલંકીએ માહીતી આપતા કહ્યુ કે,નવેમ્બરમાં છ દિવસમાં મેલેરિયાના કુલ ૬૬ કેસ નોંધાયા છે.ગત માસમાં કુલ ૩૯૯ કેસ નોંધાયા હતા.ઝેરી મેલેરિયાના છ દિવસમાં કુલ ૧૨ કેસ નોંધાયા છે.ગત માસમાં કુલ ૩૬ કેસ નોંધાયા હતા.ડેન્ગ્યૂના કુલ ૧૭૦ કેસ નોંધાયા છે.ગત માસમાં કુલ ૧૨૦૯ કેસ નોંધાયા હતા.ચીકુનગુનિયાના કુલ ૯ કેસ નોંધાયા છે.ગત માસમાં કુલ ૨૨ કેસ નોંધાયા હતા.શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ મળીને ૧૨,૭૨,૪૩ લોકોના લોહીના સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા છે.ડેન્ગ્યૂ માટે કુલ ૪૦,૨૦૩ સેમ્પલ તપાસ માટે લેવાયા છે.ચીકુનગુનિયા માટે કુલ ૩,૫૬૬ સેમ્પલ તપાસ માટે લેવાયા છે.શહેરમાં કુ ૪૬ બાંધકામની સાઈટો અને ૮૪ કોમર્શિયલ યુનિટો મચ્છરોનુ બ્રિડીંગ મળી આવતા સીલ કરાયા છે.કુલ ૮,૨૧૦ એકમોને નોટીસ આપી રૂપિયા ૧,૬૩,૭૪,૧૬૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.