અમદાવાદમાં જાહેરમાં થુંકશો તો ઈ મેમો ઘરે આવશે

જાહેર રસ્તા પર લગાવેલા CCTV દ્વારા ટ્રાફિકન ગુનાઓમાં દંડ ફટકારવામાં આવી રહ્યો છે. હવે તેમાં અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા પણ શહેરને ગંદુ રાખનારાઓ સામે દંડ ફટકારવાનું શરૂં કર્યું છે. કોઈ વાહન ચાલક જાહેર રસ્તા પર ગંદકી કરશે કે પાનની પીચકારી મારશે તો તેમને ઈ મેમો તેના ધરે આપવામાં આવશે. વાહહના નંબર પરથી આ દંડ ફટકારવાનું શરૂ કર્યું છે અને તેના ઈ મેમો આપવાનું શરૂં કરાયું છે.

અમપા દ્વારા રસ્તા પર પાન ખાઈને પીચકારી કે થૂંકતાં લોકોનાં ઘરે ઈ-મેમો મોકલવા લાગી છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેચ્યૂ રોડ પર ચાર રસ્તા પર ઉભેલો એક શખ્સ રસ્તા પર થૂંકતો સીસીટીવી કેમેરામાં જોવા મળ્યો હતો. પાન-મસાલો ખાઈ જાહેર રોડ પર પિચકારી મારી હતી. યુવકના ઘરે ઈ-મેમો મોકલી આપ્યો હતો. અમદાવાદમાં થૂંકવા પર ઈ-મેમો મોકલવાની આ પ્રથમ ઘટના છે.

અમપા દ્વારા વાહનમાંથી જાહેરમાર્ગ પર થૂંકવા તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ની કલમ 50.1(3) અને 50.1(7) હેઠળ ગુનો નોંધી રૂ.100 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. જેણે અમપાના નાગરિક સુવિધા કેન્દ્રમાં દંડની રકમ ભરી હતી. જોકે કાયદાકીય રીતે એ સાબિત થઈ શકતું નથી કે તેણે તંબાકુ ખાધી હતી. તેથી આ કેસ કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી. તે માટે કાયદો બદલવો પડે તેમ છે.

અમપા દ્વારા અગાઉ જાહેરાત કરાઈ હતી કે પાનના ગલ્લા પાસે કોઈ થુંકશે તો તેને દંડ કરાશે. પણ તેમાં કોઈની સામે દંડ કરાતો નથી.

ગુજરાતના લોકોની બુરી આદત

ગુજરાતીઓની થુંકવાની આદત અત્યંત ખરાબ છે. તે સામાજિક ગુનો તો છે પણ લોકોના આરોગ્ય બગાડે છે. જાહેર સ્થળો ગંદા કરે છે. જેમાં સરકારી કર્મચારીઓ પાન મસાલા ખાવા માટે જાણીતા છે. સમગ્ર દેશમાં ગુજરાતના લોકો જાહેરમાં કચરો નાંખવા અને જાહેરમાં થુંકવા માટે બદનામ થયા છે. હવે આ આદત સીસીટીવી દ્વારા સુધારી શકાય તેમ છે.

ગુજરાતીઓની થૂંકવાની ખરાબ ટેવથી બ્રિટન પરેશાન

બ્રિટનમાં ગુજરાતીઓ સારી એવી સંખ્યામાં રહે છે. બ્રિટનની સરકાર ગુજરાતીઓની થુંકવાની આદતથી હેરાન-પરેરાશ  છે. બ્રિટનની સરકારે કડક વલણ અપનાવી ગુજરાતીઓને ચેતવણી આપી છે કે, જાહેર સ્થળોએ થુંકતા પકડાશો તો 150 પાઉન્ડ એટલે કે રૂ.13,000 કરતા પણ વધારે દંડ ચૂકવવો પડશે. આ માટે બ્રિટનની સિટી પોલિસ અને લિસેસ્ટર સિટી કાઉન્સિલે ગુજરાતી ભાષામાં લિસેસ્ટર સિટીમાં સાઇન બોર્ડ લગાવ્યા છે, કે ‘પાન ખાઇને સ્ટ્રીટમાં થુંકવું એ આરોગ્ય માટે નુકસાનકારક અને અસામાજીક છે’. આ સાઇન હાલ સોશિયલ મીડિયામાં બહું વાયરસ થયું છે.