અમદાવાદમાં જાહેરમાં ભાજપની ગુંડાગીરી, વિદ્યાર્થીઓને પોલીસની હાજરીમાં માર્યા

દિલ્હી જેએનયુમાં થયેલી હિંસાના પડઘા અમદાવાદમાં પડયા છે. શહેરના પાલડી વિસ્તારમાં આવેલી એબીવીપીના કાર્યાલય ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. બન્ને પક્ષએ એકબીજા પર તોડફોડનો આક્ષેપ કર્યો છે. જેને પગલે એબીવીપીના કાર્યાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે પથ્થરમારો પણ થયો છે. તેમજ એનએસયુઆઈના કાર્યકરો પર તોડફોડનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. પોલીસ અને મીડિયાની હાજરીમાં NSUIના કાર્યકરો સાથે મારામારી થઈ હતી.જોકે પોલીસ કહ્યું હતું કે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે ઘટના સમયે પ્રદિપસિંહ વાઘેલા અને ઋત્વિજ પટેલની પણ હાજરી હતી. આ ઘર્ષણ દરમિયાન NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને પાઈપ અને ધોકા વડે માર મરાયો છે. જેઓને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં એક સમયે રોડ પર લાકડી-ધોકા વડે સામ-સામે મારામારીના દૃશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

Following
NSUI
@nsui
Official handle of National Students’ Union of India. Country’s largest & most responsible student organization. NSUI Android app now available on play store.
213 Following
237K Followers

Followed by Jayraj Makwana, Robbie Peters, and 159 others you follow

Gopi Maniar
@gopimaniar
·
3m
Here is video of #ahmedabad, कैसे ABVP के छात्र NSUI के छात्र निखिल सवानी को मार रहे हैं।