અમદાવાદમાં ઢોર ન હઠ્યા

અમદાવાદ શહેરના માર્ગો પર રખડતાં એક લાખ ઢોરોની સમસ્યા નાગરીકોને પરેશાન કરી રહી છે. સમસ્યા અંગે નાગરીકોએ એએમસીને વારંવાર રજૂઆત કરી છે. માલિકની બેદરકારીના કારણે ઢોરો રોડ પર રખડાતા અકસ્માત થાય છે અને માણસોના મોત થાય છે. તેથી ઢોરને અમદાવાદથી હાંકી કાઢવા માટે કાર્યવાહી શરૂં કરી પણ ઢોરને શહેરની બહાર કાઢવામાં ફરી એક વખત નિષ્ફળતા મળતાં હવે પશુના કાનમાં ઓળખ આપે એવી ચીપ લગાવાશે.

હવે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી રોડ પર રખડતા ઢોરોમાં માઈક્રો ચિપ લગાવવામાં આવશે. દરેક ચીપમાં એક યુનિક આઈડી હશે જેમાં ઢોર માલિકનું નામ અને સરનામું જોવા મળશે. કોર્પોરેશન દ્વારા તબક્કાવાર દરેક ઢોરમાં ચિપ લગાડવામાં આવશે. ચીપથી ઢોરનું લોકેશન પણ જાણી શકાશે.