80 લાખની વસતી સામે માત્ર 54 લાખ મતદારો હોય તે આશ્ચર્ય છે. તેનો મતબ કે 26 લાખ લોકો એકા છે કે જે મતદાન નથી. 2011ની વસતી પ્રમાણે 74 લાખ વસતી છે. 10 વર્ષમાં 10 ટકાના દરે અમદાવાદની વસતી વઘે છે. જે હિસાબે બીજા 6થી 7 લાખ વસતી વધી હોઈ શકે છે. આમ 80 લાખની વસતીમાં 54 લાખ મતદારો છે. બે ત્રૃતિયાંશ મતદારો વતનીના આંકડા પ્રમાણે હોઈ શકે છે. આ વખતે અગાઉની જેમ 1 લાખથી 2 લાખ મતદારો અમદાવાદની 3 લોકસભા બેઠકની ચૂંટણી સમયે રદ થઈ શકે છે. 87 ટકા પ્રજા ભણેલી છે. ત્યાં આવી ઓછી નોંધણી શક્ય નથી. 2017ની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં મતદારોના નામો ગુમ કરી દેવામાં આવ્યા હતા. 2012માં 43 લાખ મતદારો હતા.
લોકસભાની સામાન્ય ચુંટણીઓ આગામી માસમાં યોજાનાર છે. આ માટે આદર્શ આચારસંહિતાનો અમલ કરી દેવાયો છે. અમદાવાદ જિલ્લામાં 21 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. ચુંટણી મૂક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્રએ સંપુર્ણ કામગીરી હાથ ધરી છે. આદર્શ આચારસંહિતા અને જિલ્લામાં હાથ ધરાયેલી ચુંટણી તૈયારીઓ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા ચુંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં 54,30,917 મતદારો છે જેમાં 28,39,556 પુરુષ મતદારો તથા 25,91,222 મહિલા મતદારો અને 139 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે.
કઈ 21 બેઠક
અમદાવાદમાં ગ્રામ્ય વિસ્તારની પાંચ બેઠકોમાં સાણંદ, વિરમગામ, દરસ્ક્રોઇ, ધોળકા અને ધંધુકાનો સમાવેશ થાય છે, જ્યારે શહેરી વિસ્તારમાં ઘાટલોડીયા, વેજલપુર, વટવા, એલિસબ્રીજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર, અમરાઇવાડી, દરિયાપુર, જમાલપુર, મણીનગર, દાણીલીમડા, સાબરમતી અને અસારવા આવે છે.
નવા મતદારો માત્ર 70 હજાર
નવા મતદારો નોંધવાની કામગીરી 22મી માર્ચ સુધી ચાલુ રહેશે. 18 થી 19 વર્ષની વય જૂથના 70,717 મતદારો છે જે આ વખતે પ્રથમ વખત મતદાન કરશે. જ્યારે 2,892 સર્વિસ મતદારો છે. એવું અનુમાન કલેક્ટર કચેરી દ્વારા અગાઉ જાહેર કરાયું હતું કે અમદાવાદમાં 1.29 લાખ નવા મતદારો ઉમેરાઈ શકે છે. તેની સામે મૃત્યુ પામ્યા હોય અને સ્થળાંતર થયું હોય એવા 31,193 મતદાર ઓછા થવાની શક્યતા 1 ફેબ્રુઆરી 2019માં સ્તાવાર રીતે વ્યક્ત કરાઈ હતી.
2019ની ચુંટણી પહેલાંની આખરી મતદાન યાદી પ્રસિદ્ધિ કરવામાં આવી.
2017માં શું થયું હતું
કેન્દ્રીય ચૂંટણી પંચે 2017માં વિધાનસભાની ચૂંટણીની મતદાર યાદી જાહેર કરી તેમાં મુસ્લીમ મત વિસ્તાર દરિયાપુરના મતદાન મથક 129, 136 અને 166 અને બીજા અહીંના મથદાન મથકોમાં 4 હજાર મતદારોના નામો રદ કરી ગુમ કરી દેવામાં આવ્યા હોવાની દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી. મતદાન મથક નંબર 129માં 1થી 41 પાનામાં નામો હતા તેના સ્થાને નવી યાદીમાં 1થી 14 પાના જ રખાયા છે. 15થી 41 પાના ગુમ કરી દેવાયા છે. 136 નંબરના મથકના 1થી 36 પેજ જોવા જોઈએ તેના સ્થાને 1થી 4 પેજ રખાયા છે. બીકીના 5થી 36 પેજ ઉડાવી દેવાયા છે. 166 નંબરના મતદાન મથકમાં 36 પેજના સ્થાને 1થી 4 પેજ માં મતદારોના નામ છે. બાકીને નામ ઉડાવી દેવાયા છે.
અમિતશાહ અને આનંદીબેનના વિસ્તારમાં મતદારો ગુમ
ઘાટલોડિયા પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહનો મત વિસ્તાર છે. આ વિસ્તારમાં પણ 2017માં 5,000થી વધુ મતદારોના નામ ગાયબ થઇ ગયા હતાં. અહીંના કર્મચારી નગરમાંથી 4000 મતદારોના નામ ગાયબ હતા. નામ પર ડિલીટના સિક્કા મારેલા હતાં. આ રીતે ખોખરા, લાંભા, નારણપુરા, સ્ટેડિયમ વોર્ડ, સરસપુર, ગોતા, ઇન્દ્રપુરી, નિકોલ, નરોડા, ગોમતીપુર, ચંદુલાલની ચાલી, ભાઇપુરા, ખાડિયા વગરે વિસ્તારોમાં અનેક મતદાન મથકો ઉપર મતદારોએ પોતાના નામ મતદાર યાદી નહીં હોવા બાબતે હોબાળો મચાવ્યો હતો. લાંભામાં 600, ઇન્દ્રપુરીમાં 1000, ખોખરામાં 500, નારણપુરામાં 700, ગોતામાં 300ના પેન ડિલીટ કરી દેવાયા હતા. ચાંદલોડિયા, સાબરમતી, નિકોલ, ભાઈપુરા – હાટકેશ્વર, વિરાટનગર, દ્વારકાધીશનગર, ગાંગુલીની ચાલી, ઠક્કરબાપાનગર, ઇન્ડિયા કૉલોની, વિરાટનગર, લાંભા, રાણીપ, ચાંદખેડા, લાંભા સહિતના વિસ્તારોમાંથી મતદાન કર્યા વગર પાછા ફરવું પડ્યું હતું.
અમદાવાદમાં 1.25 લાખ મતદારો ગુમ
અમદાવાદ મહાનગરપાલિકા સહિત રાજ્યની 6 મહાનગરપાલિકાઓની 22 નવેમ્સાબર 2015માં મતદાન વખતે અમદાવાદમાંથી 1.25 લાખથી વધુ મતદારોના નામો મતદારયાદીમાંથી ગૂમ થઈ ગયા હતા. અમદાવાદના બાપુનગરમાં 90 ટકા પાટીદાર મતદારોના નામ પર ડિલિટના લાલ લીટા મરાયા હતા. એડવોકેટ કે એમ કોસ્ટી કહે છે કે, 15 દિવસ પહેલાં મે કહેલું કે નામો રદ કરી દેશે. તે અંગે ગુજરાત વડી અદાલતમાં જાહેર હીતની બે અરજી થઈ તેમાં ચૂકાદો આપ્યો ન હતો. 2015ની સ્થાનિક ચૂંટણીમાં 1.25 લાખ મતદારો રદ કરી દેવામાં આવ્યા હતા. 14 દિવસ પહેલા રદ અને ફેરફાર કરી શકે. વિધાનસભાની ચૂંટણીમાં પણ આવું જ થયું હતું. મતદારોની સંખ્યાતો બેત્રૃત્યાંશ પ્રમાણે મતદારો બરાવર છે. પણ સત્તાની રૂએ તેઓ મતદારોના નામો રદ કરી શકે છે.
લોકસભામાં કેટલા મત ગુમ થઈ શકે
આમ અમદાવાદની 21 વિધાનસભા બેઠકમાં 1થી 2 લાખ મતદારો ગુમ થઈ શકે છે. જ્યાં ભાજપને મત મળે તેવું ન લાગે તેવી વસાહતો છેલ્લી ઘડીએ ડીલીટ કરીને લાલ શાહીથી રદ કરી દેવાની પરંપરા ભાજપ સરકારે 2007થી શરૂં કરી છે. જે લોકસભામાં પણ ચાલું રહેશે એવું સહેજે અનુમાન થઈ શકે છે. જો આમ થાય તો સત્તાધારી પક્ષને ચૂંટણી જીતવી આશાન થઈ જાય તેમ છે. તે ચૂંટણીના પરિણામો પણ બદલી શકે છે. ધોળકામાં તો મતદાન થઈ ગયા તે મત ન ગણીને ભાજપના ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને જીતેલા જાહેર કર્યા હોવાનો એક ગુનો વડી અદાલતમાં ચાલી રહ્યો છે.
5600 મતદાન મથક
8 હજાર ચોરસ કિ.મી.ના 21 વિધાનસભા વિસ્તારમાં 14 તાલુકા, અમદાવાદ શહેર, 5 નગરપાલિકા અને 556 ગામ છે. અમદાવાદ જિલ્લામાં 1923 મતદાન મથક સ્થળૉએ 5,627 મતદાન મથકો છે. જિલ્લામાં EVM- VVPATની સંખ્યા 130 % જેટલી છે. આ ઉપરાંત 105 સખી મતદાન મથકો હશે જે સંપુર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત હશે. એ જ રીતે તમામ વિધાનસભા વિસ્તાર દીઠ એક એટલે કે સમગ્ર જિલ્લામાં 21 મતદાન મથકો દિવ્યાંગ જનો દ્વારા સંચાલિત રહેશે. તેની પાછળ દિવ્યાંગજનોને આગળ લાવવાનો ચુટણી પંચનો હેતુ છે.
યુવાનોને મતદાર ઓળખ કાર્ડ નથી અપાયા
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું 23 એપ્રિલે મતદાન થવાનું છે. અમદાવાદમાં નવા નોંધાયેલા, મતદારકાર્ડમાં સુધારા-વધારા કરાયેલા કે સ્થળાંતર સહિતના તમામ કેસોમાં મોટાભાગના મતદારોના મતદારકાર્ડ મળ્યા જ ન હોવાની વ્યાપક ફરિયાદો છે. ઓનલાઇન ડેટા પણ જોઇ શકાતો નથી. અધિકારીઓ કહે છે કે, મતદારયાદીની પુરવણીમાં નવા મતદારના નામો આવી ગયા છે. કાર્ડ આપી શકાયા નથી એવું તેમણે કબુલ કર્યું હતું. કેટલીક સોસાયટીઓના નામો મતદારયાદીના લિસ્ટમાં નથી. એલિસબ્રિજ વિધાનસભા બેઠક પર ગુલબાઇ ટેકરા શ્રી વેણુધર સોસાયટી ગુમ કરી દેવામાં આવી છે.
આચાર સંહિતા
જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરાઈ રહ્યો છે. ચુંટણી જાહેર થતા જ શહેર-જિલ્લામાંથી પોસ્ટર્સ- બેનર્સ-ઝંડી વગેરે હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. અત્યાર સુધીમાં૫, 164 પોસ્ટર્સ- બેનર્સ-ઝંડી-ધજા-પતાકા- ભીંત લખાણો વગેરે દૂર કરાયા છે.
ખર્ચ પર નિયંત્રણ
જિલ્લામાં ખર્ચ નિયંત્રણ સેલ કાર્યરત કરી દેવાયો છે. આ માટે દેખરેખ અને નિયંત્રણ માટેFSTની 63, SSTની 63, VSTની 63, VVTની 63, ATની 21 તથા AEOની 21 ટીમો બનાવાઈ છે. આ ઉપરાંત સીંગલ વિન્ડો સીસ્ટમ કાર્યરત કરી દેવાઈ છે. પ્રચાર માટે જરૂરી વાહન, લાઉડ સ્પીકર, સભા પરવાનગી, સરઘસ-રેલી માટેની પરવાનગી એક જ સ્થળેથી મળે તે માટે વ્યવસ્થા કરાઈ છે એમ તેમણે ઉમેર્યું હતું.