અમદાવાદમાં રૂ. ૩૩પ કરોડના 7 પુલ બનશે, 60 પુલ હયાત છે

રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરમાં સાત નવા ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે કુલ ૩૩૫ કરોડના કામો પૈકી આ વર્ષ માટે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
૭ નવા ઓવરબ્રીજ – રિવરબ્રીજ બનાવવાના કામોની મંજૂરી માટે મહાપાલિકાએ મોકલેલી હતી.

વિવેકાનંદનગર રીવરબ્રીજ (4 લેન), વાડજ જંકશન ફલાય ઓવરબ્રીજ – (4 લેન), પલ્લવ જંકશન ફલાય ઓવરબ્રીજ (2×2 લેન), પ્રગતિનગર જંકશન ફલાય ઓવરબ્રીજ (2×2 લેન), સતાધાર જંકશન ફલાય ઓવરબ્રીજ (4 લેન), ઘોડાસર ફલાય ઓવરબ્રીજ (2×2 લેન) તેમજ નરોડા પાટિયા જંકશન ફલાય ઓવરબ્રીજ (3×2 લેન)નો સમાવેશ થાય છે.
વાહન યાતાયાતને હળવો કરવામાં આ ઓવરબ્રીજનું નિર્માણ મહત્વપૂર્ણ બની રહેશે. રાજ્યના ૨૦૧૯-૨૦ના અંદાજપત્રમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ૨૦ ફલાય ઓવર બનાવવાની જાહેરાત કરવામાં આવેલી હતી.

અમદાવાદમાં 2018ના વર્ષમાં 26 બ્રીજનું કામ હાથ ધરવામાં આવનાર છે..અને બાદમાં કુલ 86 નવા બ્રીજ બનાવવામાં આવશે.અમદાવાદમાં હાલ 52 બ્રીજ છે અને 8 બ્રીજનુ કામ ચાલુ છે.

વર્ષ 2018માં અમદાવાદમાં બ્રીજ બનાવવાની અમપાએ જાહેરાત કરી હતી તેની યાદી

અમદાવાદમાં નવા બની રહેલા બ્રીજમાં રાણીપ રેલવે ઓવરબ્રીજ પર 54 કરોડ ખર્ચાશે,

અંજલી ફ્લાય ઓવરબ્રીજ પર 89 કરોડ,

ઈન્કમટેક્ષ ફ્લાય ઓવરબ્રીજ પર 50 કરોડ,

વિરાટનગર ફ્લાય ઓવરબ્રીજ પર 45 કરોડ,

અજીત મીલ ફ્લાય ઓવર પર 55 કરોડ,

નરોડા રેલવે ઓવરબ્રીજ પર 90 કરોડ,

સીમ્સ હોસ્પિટલ પાસે ઓવરબ્રીજ પર 69 કરોડ,

રાજેન્દ્ર પાર્ક સ્પ્લીટ ફ્લાય ઓવરબ્રીજ પર 69 કરોડ ખર્ચાશે.

કુલ 596 કરોડના ખર્ચે શહેરમાં નવા બ્રીજ 2018માં બનવા જઈ રહ્યા છે.

કાર્યરત પુલ 2018

રાણીપ રેલવે ઓવરબ્રીજ ખર્ચ 54 કરોડ
અંજલી ફ્લાય ઓવરબ્રીજ ખર્ચ 89 કરોડ
ઈન્કમટેક્સ ફ્લાય ઓવરબ્રીજ ખર્ચ 50 કરોડ
વિરાટનગર ફ્લાય ઓવરબ્રીજ ખર્ચ 45 કરોડ
અજીત મીલ ફ્લાયઓવર બ્રીજ 55 કરોડ
નરોડા રેલવે ઓવરબ્રીજ 90 કરોડ
સીમ્સ હોસ્પીટલ પાસે રેલવે ઓવરબ્રીજ 69 કરોડ
રાજેન્દ્રપાર્ક સ્પ્લીટ ફ્લાય ઓવરબ્રીજ ખર્ચ 69 કરોડ
કુલ 596 કરોડના ખર્ચે શહેરમાં કાર્યરત બ્રીજ

2018 બજેટમાં એએમસી દ્વારા નવા બ્રીજ બનાવવાનુ પણ આયોજન થયુ છે. તેના પર નજર કરીએ તો.

પાલડી અને નહેરુનગર જંક્શન પર થ્રીલેયર બ્રીજ બનશે જેના માટે 90-90 કરોડ ખર્ચ કરાશે.

ખોખરા રેલવે ઓવરબ્રીજ વાઈડનીંગ એટલે કે 60 કરોડના ખર્ચે બ્રીજ પહોળો કરાશે,

ઘોડાસર સ્પ્લીટ ફ્લાય ઓવર 60 કરોડના ખર્ચે બનશે. જેના પર રેલવે બ્રીજને મર્જ કરાશે,

પલ્લવ ચાર રસ્ા પર 90 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રીજ બનશે,

સત્તાધાર ચાર રસ્તા પર 68 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રીજ,

ચીમનભાઈ રેલવે ઓવરબ્રીજને સપોર્ટ બ્રીજથી 10 કરોડના ખર્ચે જોડાશે,

ખોરજ રેલવે લાઈન જગતપુર પાસે રેલવે સાથે મળી 90 કરોડના ખર્ચે બ્રીજ બનશે,

ઓમનગર રેલવે ઓવર બ્રીજ 20 કરોડના ખર્ચે બનશે.

અમદાવાદ-બોટાદ રેલવે લાઈનમાં કુલ 16 નવા બ્રીજ બનશે..રેલવે વિભાગ દ્વારા 14 નવા અંડરપાસ,એક અંડરપાસ મેટ્રો દ્વારા અને એક અંડરપાસ એએમસીના ખર્ચે બનશે.

મોટા શહેરોમાં 74 પુલ 2019ના સરકારના અંદાજપત્રમાં જાહેરાત કરાઈ તેવા પુલ 
મહાનગરપાલિકાઓમાં 54 અને નગરપાલિકામાં 21 મળી 74 ફલાયઓવર બનશે. અમદાવાદમાં 20, સુરતમાં 10, વડોદરામાં 8, રાજકોટમાં 8, જામનગરમાં 3, ભાવનગરમાં 3, જૂનાગઢમાં ફ્લાયઓવર બનશે. દાહોદ, ગોધરા, ભુજ, મહેસાણા, પાટણ, ડીસા, આણંદ, પાલનપુર, બોટાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, નડિયાદ, નવસારી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, વાપી, હિંમતનગર, અમરેલી, મોરબી અને વેરાવળમાં પણ ફ્લાય ઓવર બનશે. ગુજરાતમાં દરેક શહેરી વિસ્તારમાં વર્ષે એક લાખથી વધુ બોગીઓ પાસ થતા હોય તેવા ૩૭ રેલવે ફાટકો છે. આ તમામ ફાટકો ઉપર ઓવરબ્રિજ બાંધવામાં આવશે. તેમાંથી જે જગ્યાએ અન્ડરબ્રિજ કે સબ વે બનાવવા પાત્ર હશે ત્યાં અન્ડરબ્રિજ બનાવવામાં આવશે. ૨૦૧૯-૨૦ના વર્ષમાં આ તમામ ફ્લાય ઓવરના કામકાજ ચાલુ થઈ જશે.

આ ફ્લાય ઓવર બનાવવા માટે વર્ષે રૂા. ૨૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. ત્રણ વર્ષમાં આ તમામ ફ્લાય ઓવર બાંધવાની કામગીરી પૂરી કરવામાં આવશે. તેને માટે કુલ રૂા. ૭૫૦ કરોડનો ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.