અમદાવાદ, તા:૧૬
અમદાવાદમાં વાહનોમાં નકલી HSRP નંબર પ્લેટ લગાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે, રામોલ પોલીસે બાતમીને આધારે વસ્ત્રાલ ચાર રસ્તા પાસેથી કિરણ ગલ્ચર અને ભીખા ગજ્જરની ધરપકડ કરી છે, કિરણ પાસેથી નકલી 52 HSRP નંબર પ્લેટ જપ્ત કરવામાં આવી હતી, જે પ્લેટ પેઇન્ટર ભીખા ગજ્જરની દુકાનમાંથી લાવ્યો હોવાનું આરોપીએ કબૂલ્યું હતુ, બાદમાં પોલીસે દુકાનમાં દરોડા કર્યા તો ત્યાંથી પણ આવી 10 નકલી નંબર પ્લેટ મળી આવી છે,આ બધી જ પ્લેટ ટુવ્હીલર અને ફોર વ્હીલરમાં લગાવવામાં આવતી હતી.
RTO અધિકારીએ આ કૌભાંડની તપાસ કરી તો આ તમામ નંબર પ્લેટ નકલી હોવાનું સામે આવ્યું છે, કેટલીક નંબર પ્લેટમાં વાદળી રંગથી IND લખ્યું ન હતું. એક પણ નંબર પ્લેટમાં આઇડેન્ટિટીફિકેશન કોડ અને અશોક ચક્ર પણ નથી, નોંધનિય છે કે ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિતના તમામ વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવી ફરજિયાત છે, જેનો ગેરફાયદો ઉઠાવીને કૌભાંડીઓ નકલી નંબર પ્લેટ લગાવવાના ધંધા કરી રહ્યાં છે.