અમદાવાદના વેપારીઓએ આંતર રાષ્ટ્રીય સ્તરે પોતાની બ્રાન્ડ ઉભી કરી છે. નાના વેપારીઓ સરળતાથી વેપાર કરી શકે તે માટે સરકારે અનેક છુટો આપી છે. જેમાં શોપ એક્ટ નિયમ મુજબ એક વાર પરવાનો લીધા બાદ કાયમી ચાલે તેવો નિર્ણય કરાયો છે. જેવી અનેક સરકારી અડચણો દુર કરી છે. આયોજીત ૧૨ દિવસીય અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે આયોજીત શોપીંગ ફેસ્ટીવલની વિશેષતા એ છે કે તેમાં પાથરણાથી મોલ સુધી અને ફુડપાર્લરથી ફાઇવ સ્ટાર સુધી તમામ પ્રકારના વ્યવસાયકારો અહિંયા પાતોની સેવાઓ અને ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. આ ફેસ્ટીવલમાં ૧૫૦૦૦ થી વધુ વેપારીઓ જોડાયા છે.
અમદાવાદ ખાતે પ્રથમ વખત યોજાઇ રહેલા અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલનું ઉદ્દઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં બદલાવ આવ્યો છે. માત્ર ગુજરી બજારમાંથી સસ્તી તથા સારી વસ્તુ ખરીદવાની પ્રકૃત્તિ ધરાવતા નગરજનો હવે આવા શોપિંગ ફેસ્ટીવલ તરફ વળ્યા છે. જ્યારે, નાના વેપારીઓ એક બની આવા પ્રકારના મેળા યોજે ત્યારે તેમનામાં એક વિશ્વાસ આવતો હોય છે, તેને નવું બજાર, પ્લેટફોર્મ મળે છે. તે વધારે સારી રીતે
વેપારી પ્રવૃત્તિ કરી શકે છે. વળી, ખરીદવા માટે આવનાર મુલાકાતીને પણ સારી વસ્તું, વાજબી ભાવે ખરીદવાનો ઉત્સાહ રહે છે.
આપણે ત્યા પરંપરાગત મેળાઓમાં વેપારીઓ પોતાની હાટ ખોલે અને લોકો ખરીદે, એવી વ્યવસ્થા હતી. આ પરંપરાગત મેળાઓ અર્થતંત્રને ધબકતું રાખતા હતા. હવે, આ મેળાઓનું રૂપ બદલાયું છે. એના સ્થાને શોપિંગ ફેસ્ટિવલ આવ્યા છે. આ બદલાવ આવકારદાયક છે. આવા મેળાઓ વિદેશમાં જેમ નિયત સમયે યોજાય છે, એ જ પ્રકારે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ પણ વર્ષના કોઇ નિયત સમયે જ યોજાય તેવું તેમણે પ્રેરક સૂચન કર્યું હતું.
અમે પર્યાવરણ, ઉદ્યોગનોંધણી સહિતની પ્રક્રિયા વધુ સરળ બનાવી છે. કોઇને પણ નોંધણી કે ઉદ્યોગ શરૂ કરવા
માટે જુદી જુદી ઓફિસના ધક્કા ખાવા પડતા નથી. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સાચા અર્થમાં અમલી બનાવ્યું છે. એના પરિણામે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ પહેલા જે ૧૪૨મો હતો તે હવે ૭૭મો ક્રમ થઇ ગયો છે. આ ઉપરાંત, સરકારે નિકાસકારોને પણ મોટી રાહતો આપી છે. જેમાં નિકાસકારોને પ્રિ અને પોસ્ટ શિપિંગમાં ક્રેડિટમાં રાહતો આપતા તેને કૂલ રૂ. ૬૦૦ કરોડનો લાભ થશે.
મોદીએ ભારપૂર્વક કહ્યું કે, વૈશ્વિક બજાર નવા હિન્દુસ્તાનની રાહ જોઇ રહ્યું છે. જેનાથી નાના ઉદ્યોગકારોને લાભ થશે.
ઉત્પાદકોએ વિદેશમાં ભારતની વધેલી શાખનો લાભ લેવો જોઇએ અને પોતાની વસ્તુનું સારી રીતે બ્રાંન્ડીંગ કરવું જોઇએ. તેમણે આ બાબતમાં રશિયાના અસ્ટ્રાખાનમાં ઓખા બ્રાંડથી વેચાતી વસ્તુઓનું ઉદાહરણ આપ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું કે, અસીમ અવસરોની ભૂમિ ગુજરાતમાં એક નવો ચેતનાત્મક ફેરફાર જોવા મળી રહ્યો છે અને વેપાર વણજ અને ધંધામાંથી ઉત્પાદનક્ષેત્રે ગુજરાત હરળફાળ ભરી રહ્યું છે.
નાના અને મધ્યમ ઉદ્યોગકારોને માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ઓનલાઇન પ્લેટફોર્મ ‘જેમ’ની જાણકારી
આપતા શ્રી મોદીએ કહ્યું કે આવા ઉત્પાદકો અને વેપારીઓને સાંકળી ઓનલાઇન ખરીદી કરવાનું શરૂ કર્યું છે. જેમાં અત્યાર સુધીમાં રૂ. ૧૬૫૦૦ કરોડની ખરીદી થઇ છે.
વિરાસતની વસ્તુઓ પટોળા, અકીક, વર્લી ચિત્રો, બાંધણી જેવી અનેક વસ્તુઓ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરે છે.