અમદાવાદમાં લશ્કરનો દારૂ વધું પિવાતો હોવાથી, સહી કરી શીલ તોડીને લશ્કર દારૂ આપશે

અમદાવાદમાં રાજસ્થાન કરતાં 4 ગણો મોંઘો દારૂ મળે છે. જે ઉતરતી કક્ષાનો પણ હોય છે. તેથી અમદાવાદના લોકોમાં લશ્કરના જવાનોને આપવામાં આવતા દારની ભારે માંગ રહે છે. અનેક દરોડાઓમાં લશ્કરનો દારું મળી આવ્યો છે. તેથી તેના પર અંકૂશ લાવવામાં આવ્યો છે. હવે લશ્કરના દારૂની બે બોટલ જ આપવામાં આવશે જેના પર અધિકારી સહી કરશે. ખાલી બોટલ પરત કરવાની રહેશે ત્યારે તે સહીની ચકાસણી કરાશે.

અમદાવાલના આર્મી કેન્ટીનથી મળતા દારૂ ગુજરાતમાં ખુબ જ લોપ્રિય છે. નવા નિયમનાં લાગુ થયા બાદ અહિંયા લોકોને આર્મીવાળો દારૂ ખરિદવામાં મુશ્કેલીઓ આવી રહી છે. સેનાનાં જવાનો પણ પોતાના કોટાથી 2થી 4 દારૂની બોટલો વેચીને કમાણી કરે છે. દારુનું ગેકાયદે હેરફેર પર રોક લગાવવા માટે સેનાએ પોતાના દારૂના વિતરણ પર નીતિ બદલી છે.

કેન્ટીન એક સમયમાં પરમિટ હોલ્ડરને માત્ર બે બોટલ જ આપશે જે હાજર અધિકારી બોટલ પર સાઇન કરીને સીલ તોડીને આપશે. નિવૃત્ત જવાનો માટે આ નિયમ નથી. મહિને 5 યુનિટ મળતાં હતા. રિટાયર્ડ જવાનોને 4 યૂનિટ દારૂં મળશે. નાયબ સૂબેદાર અને અધિકારીઓ માટે કોટા 6 અને 10 યૂનિટ હોય છે.