અમદાવાદમાં સી વિજીલ – એપથી ચૂંટણીની 40 ફરિયાદો મળી 

લોકસભા ચૂટણીને લઈ આચારસંહિતાના ભંગ માં કોઈપણ નાગરિક સરળતાથી ફરિયાદ કરી શકે તેવી સી વિજીલ – એપથી અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી આવેલ 40 જેટલી ફરિયાદ પૈકી ૨૫ જેટલી ફરિયાદોનો અમદાવાદ જિલ્લા ચૂટણી અધિકારી દ્વારા નિયત સમયમાં નિકાલ કરવામાં આવ્યો છે. આ એપમાં આવેલ 40 માંથી 15 ફરિયાદો
સુસંગત ન હતી.
સી.વિજીલ એપમા આવતી ફરિયાદનો 100 કલાકમા નિકાલ કરવાની ચૂટણી પંચે વ્યવસ્થા કરી છે ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ સમય મર્યાદામાં નિકાલ કર્યો છે.
આ સાથે ચૂટણી આચારસંહિતા જાહેર થતાં જ જિલ્લા ચૂટણી અધિકારીએ ત્વરિત કાર્યવાહી કરી આજદિન સુધી આચારસંહિતા ભંગ કરતા જાહેર જગ્યાઓમાં 14191 તેમજ ખાનગી જગ્યાઓમાં 13,065 મળી કુલ 27,256 પોસ્ટર બેનર દૂર કરવામાં આવ્યા છે.