[:gj]ગુજરાત ભાજપના ‘કમલમ’માં અબજો રૂપિયાની જુની ચલણી નોટ બદલવાના કૌભાં[:]

[:gj]ગુજરાત ભાજપના ‘કમલમ’માં ચલણી નોટ બદલવાના કૌભાંડનું સ્ટિંગ, સિબ્બલે વીડિયો જાહેર કર્યો
રિપોર્ટરઃ કમાલ હૈ, કમાલ હૈ
કાર્યકરઃ કમાલ નહીં કમલ હૈ કમલ હૈ
અમદાવાદઃ નોટબંધી બાદ ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ચલણી નોટ બદલવાનો દેશનો સૌથી મોટો વ્યવહાર થતો હોવાના એક સ્ટિંગ ઓપરેશનને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા કપિલ સિબ્બલે જાહેર કરીને દેશના સૌથી મોટા કૌભાંડની તપાસ કરવાની માગણી કરી હતી. તેમજ પ્રેસ કોન્ફરન્સમાં સ્ટિંગ ઓપરેશનનો વીડીયો પણ બતાવ્યો હતો.

રૂ.100 કરોડ બદલવા માટે 40 % રેટ નક્કી થયો

સ્ટિંગ ઓપરેશન કરનારા ટીએનએન વર્લ્ડ ન્યૂઝ પોર્ટલના વીડિયોમાં જોવા મળ્યા મુજબ, અમારા ઈન્વેસ્ટિગેટિંગ જર્નલિસ્ટ ઘણા સમયથી ગુજરાતમાં નોટ બદલવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ કારણે અમે ગુજરાતના એક નામચીન ઉદ્યોગપતિનો સંપર્ક કર્યો. તેમણે અમને આશ્વાસન આપ્યું કે, ગમે એટલી રકમ હોય તેને એક્સચેન્જ કરાવી આપીશું. તેણે અમને ભાજપના એક સિનિયર કાર્યકરનો સંપર્ક કરાવ્યો. જ્યારે તેમણે સાંભળ્યું કે અમારે 100 કરોડ રૂપિયાની નોટ બદલવાની છે, ત્યાર બાદ તુરંત આ કામ કરનારા એક વ્યક્તિ સાથે મળાવ્યા અને એક્સચેન્જનો રેટ 40 ટકા નક્કી કરવામાં આવ્યો. જેમાં પાંચ ટકા માત્ર 6 લોકોમાં વહેંચવાનો હતો.

ભાજપનો કાર્યકર કમલમમાં લઈ ગયા બાદ ફાર્મ હાઉસ લઈ ગયો

અમે કહ્યું પહેલા પાંચ કરોડ રૂપિયા ટ્રાયલ પેટે બદલવા માગીએ છીએ અને ત્યારબાદ 100 કરોડ બદલાવીશું. આ અંગે અમદાવાદની એક ફાઈવ સ્ટાર હોટલમાં બોલાવ્યા જ્યાં તેણે આ ભાજપના કાર્યકરે એક બીજા ભાજપના સિનિયર કાર્યકર સાથે મુલાકાત કરાવી. ત્યાર બાદ આ કાર્યકર અમને અમદાવાદથી ગાંધીનગર તરફ કમલમમાં લઈ ગયા. જ્યાં કાર્યકરે પહેલા ફોન કર્યા અને ત્યાર બાદ તે અંદર ગયો. અમારા બે પ્રતિનિધિ કારમાં બેસીને તેની રાહ જોતા રહ્યા, લગભગ એક કલાક બાદ તે કાર્યકર બહાર નીકળ્યો અને અમને ગાડીમાં નીકળવા માટે કહ્યું. ત્યાર બાદ અમદાવાદ પરત આવ્યા. જ્યાં મુખ્ય હાઈવે પરથી કોઈ ફાર્મ હાઉસ તરફ ગાડી વળી અને 4-5 કિલો મીટર બાદ ફાર્મ હાઉસ પર પહોંચ્યા.

તમે જાણતા નથી અમારા પર કોનો હાથ છે: કાર્યકર

રિપોર્ટરઃ આટલો મોટો બંગલો, બે મર્સિડીઝ પણ તમારી છે?
કાર્યકરઃ કારની ચાવી બતાવે છે.
કાર્યકરઃ અમારું સર્કિટ હાઉસ છે
રિપોર્ટરઃ અમે પહેલેથી પ્રફુલભાઈને ઓળખીએ છીએ અને તેમણે જ પ્રદિપભાઈ સાથે મળાવ્યા હતા.
કાર્યકરઃ પૈસા કોના છે
રિપોર્ટરઃ અમારા ગ્રુપના જ છે, ટ્રાન્સપોર્ટનો ધંધો છે.
રિપોર્ટરઃ આજે તો અમે પાંચ લઈને જ આવ્યા છીએ, પણ 100-150 બદલાવવા છે.
કાર્યકરઃ એક કામ કરો 25-25 કરીને આપો
રિપોર્ટરઃ 25-25 લાવવા મુશ્કેલ છે, ડર લાગે છે, મુશ્કેલ છે.
કાર્યકરઃ શું મુશ્કેલી છે
રિપોર્ટરઃ ચેકીંગ છે
કાર્યકરઃ કોનો ડર છે
રિપોર્ટરઃ અરે દરેક જગ્યાએ ચેકિંગ છે
કાર્યકરઃ તમારે ત્યાંથી જ પિકઅપ થશે અને ત્યાં જ પહોંચી જશે
રિપોર્ટરઃ બોમ્બેથી પણ કરાવી દેશો? બોમ્બેમાં 40-50 પડેલા છે.
કાર્યકરઃ આખા ઈન્ડિયામાં થઈ જાય, તમે જાણતા નથી અમારા પર કોનો હાથ છે આ જુઓ(મેગેઝિનના કવરપેજ પર છપાયેલો અમિત શાહનો ફોટો બતાવે છે), તમારો કોઈ વાળ વાંકો કરી શકશે નહીં. તેના વિના અમે કંઈ કરી શકીએ નહીં. ડરશો તો કામ કેમ કરશો.
રિપોર્ટરઃ અરે નાકાબંધી થયેલી છે
કાર્યકરઃ અરે આ હોવાથી(અમિત શાહની તસવીર તરફ ઈશારો કરીને) કોઈ તમારું કંઈ નહીં બગાડી શકે.

કાર્યકરે ફોન કરી આશ્રમ રોડ પરની બેંક અંગે સુચનાઓ આપી

ત્યાર બાદ કાર્યકર ફોન કરીને કહે છે આશ્રમ રોડ પર આપણી બેંક છે ને અને બીજી સુચનાઓ આપે છે.

રિપોર્ટરઃ રેટ થોડો ઓછા કરોને 40 થોડો વધુ રેટ છે. થોડો તો ઘટાડો
કાર્યકરઃ અમે કંઈ કરી શકીએ નહીં, એકવાર નક્કી થઈ ગયું એટલે થઈ ગયું, તેના પર ચર્ચા ના કરો
રિપોર્ટરઃ ચાર ચાર કલાક લાઈનમાં ઉભા રહીએ છીએ
કાર્યકરઃ અમે પણ લાઈનમાં ઉભા છીએ
રિપોર્ટરઃ કઈ લાઈનમાં ઉભા રહો છો?
કાર્યકરઃ દુબઈમાં પ્રોપર્ટી લેવાની લાઈનમાં(હસીને)
રિપોર્ટરઃ કમાલ હૈ, કમાલ હૈ
કાર્યકરઃ કમાલ નહીં કમલ હૈ કમલ હૈ

ત્યાર બાદ હોટલમાં પૈસાની સૂટકેસ ભરીને બતાવી કહે છે ચેક કરી લો. પાંચસોના બે છે અને હજારના ત્રણ છે(ગુજરાતીમાં કોઈ બોલે છે). હા સાહેબને ઈન્ફોર્મ કરી દીધું.

કાર્યકરઃ ફોન કરે છે અને પૂછે છે ત્યાં કોણ છે જયેશભાઈ છેને મારી વાત કરાવો, ગણી લીધાને. 500ના ત્રણ અને હજારની 2 બેગ
રિપોર્ટરઃ નહીં 500ના બે અને હજારના ત્રણ છે.

આ દરમિયાન ફાર્મ હાઉસ પર ભાજપના કોઈ સિનિયર નેતા આવે છે અને બન્ને એક રૂમમાં જતા રહે છે. આ સમયે ભાજપના કાર્યકરના ફોનમાં કમલમમાંથી ફોન આવે છે. ત્યાર બાદ રિપોર્ટર ફોન આપવાના બહાને રૂમમાં જાય છે, જ્યાં 2000 ચલણી નોટોના બંડલો જોવા મળ્યા હતાં.[:]