અમદાવાદમાં ૫૧૧૮ લાભાર્થીઓને રૂા. ૨.૨૭ કરોડની સાધન સહાયનું વિતરણ

સમાજના છેવાડાના ગરીબ માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ હાથો હાથ પહોંચે અને તેઓને સક્ષમ બનાવીને સ્વમાનભેર જીવન જીવી શકે તેવા રાજ્ય સરકારના ઉમદા હેતુથી છેલ્લા એક દાયકાથી ગરીબ કલ્યાણ મેળો યોજાય રહ્યો છે તેમ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

અમદાવાદ જિલ્લાના જેતલપુર ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં  ૫૧૧૮ લાભાર્થીઓને રૂા. ર કરોડ, ર૭ લાખ ૫૧ હજાર નવસો ચોવીસ ના સાધન સહાય અને ચેક તથા કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.