અમદાવાદમાં 10 હજાર ઘરમાં વીજળી નથી, વિકાસ અંધારામાં

અમદાવાદમાં અનુસૂચિત જાતિના ગરીબ અને વંચિત એવા 10 હજાર પરિવારોના ઘરવાં વિજળી જ ન હતી. ભાજપના તમામ મુખ્ય પ્રધાનો દાવો કરતાં આવ્યા છે કે ગુજરાત સમૃદ્ધ છે અને દરેક સુખી છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં 10 હજાર પરિવારોના ઘરમાં વિજળી ન હોવાનું મળી આવ્યું હતું. બે વર્ષમાં વીજ જોડાણ અપાયું છે. હજું પણ હજારો ઘરમાં વીજળી નથી. ૨૦૨૨ સુધી દરેક પરિવારની પાસે પોતાનું ઘર રહેશે તેવી જાહેરાત 2019ની ચૂંટણી જીતવા નરેન્દ્ર મોદીએ  કરી હતી. પણ વીજળી જોડાણ ન હોય એવા ગુજરાતમાં 3 લાખથી વધું ઘર છે. 

સરકારે દાવો કર્યો છે કે, જીવનમાં વિવિધ યોજનાઓ થકી વિકાસરૂપી ઉજાસ પાથરવાનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. પણ દરેકના જીવનમાં વિકાસ નથી એવી આ ઘટના છે. બે વર્ષમાં અમદાવાદ જિલ્લામાં ૧૦૨૭ વીજ જોડાણો રાહત દરે અપાયા છે. 

સરકાર દ્વારા રાજ્યમાં અંગભુત યોજના હેઠળ અનુસુચિત જાતિના લાભાર્થીઓને વીજ જોડાણ આપવામાં આવે છે. આ યોજના હેઠળ વીજળીકરણના કામો ગુજરાત ઉર્જા વિકાસ નિગમની દેખરેખ હેઠળ જે તે વીજ કંપનીઓ દ્વારા હાથ ધરવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાહતદરે વીજ જોડાણ આપવામાં આવે છે. 

અમદાવાદ જિલ્લામાં તા. ૩૧-૦૩-૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અનુસૂચિત જાતિના લાભાર્થીઓને ઘર વપરાશના વીજ જોડાણો આપવા માટેની ખાસ અંગભૂત પેટા યોજના ( અનુસૂચિત જાતિ વિકાસ યોજના) હેઠળ ૧૦૨૭૪ વીજ જોડાણો આપવામાં આવ્યા છે.      

વિધાનસભા પ્રશ્નોત્તરી દરમિયાન પ્રસ્તુત માહિતી મુજબ આ યોજના અંતર્ગત લાભાર્થીઓને વીજ જોડાણ આપવાનો કુલ રૂા. ૭૫.૩૦  લાખ ખર્ચ થયેલ છે. આ યોજનાથી અનુસૂચિત જાતિના લોકોના ઘરમાં સાચા અર્થમાં વીજળીરૂપી ઉજાસ પથરાયો છે.