છેલ્લા 3 વર્ષથી અમદાવાદમાં મહિલા ડ્રાઈવર પૂરા પાડવાનું કામ શરૂ કરનારી સ્વૈચ્છિક સંસ્થા જન વિકાસ દ્વારા ડ્રાઈવર બહેન પ્રોજેક્ટ જુલાઈ 2016માં શરૂ કર્યો હતો. જેમાં 254 મહિલા ડ્રાઈવરને આ વ્યવસાય અપનાવ્યો હતો તેમાં હાલ 40 ટકા મહિલાઓ ટેક્સી ચલાવી રહ્યાં છે અને લોકોની મહિલા ડ્રાઈવરની માંગ પૂરી પાડી રહ્યાં છે. આ વ્યવસાયમાં આવેલી 60 ટકા મહિલાઓ આ વ્યવસાય છોડી દે છે.
ડ્રાઈવર પરા પાડવાની સર્વિસને જૂનમાં ત્રણ વર્ષ પૂરા થશે ત્યારે મહિલા ડ્રાઈવર બનવા માટે ધીમી પણ મક્કમ શરૂઆત થઈ છે. જેમાં ખાસ તો ગઘુમતી ધર્મની મહિલાઓ આ વ્યવસાય સાથે જોડાય તે માટે સમજાવવામાં સફળતા મળી છે. હવે તાલીમ આપીને વધુ મહિલાઓ કોર્પોટેર ક્ષેત્રે અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે જોડાય તે માટે આગળ વધશે.
મહિલાઓને ટ્રાઈવર કે કાર પુરી પાડાવનું મોટા ભાગે મહિલાઓ કામ કરે છે. પરૂષોને મહિલા દ્વાઈવર પૂરાં પડાતા નથી. કોર્પોરેટ હાઉસમાં મહિલા ડ્રાઈવર પૂરા પાડે છે. સ્કુલવાનમાં હવે ટ્રાઈર તરીકે કામ કરી શકશે. લધુમતી સમાજની મહિલાઓને આ માટે ખાસ મદદ કરવામાં આવે છે. બીઆટીએસમાં બે મહિલા ડ્રાઈવર આપવામાં આવી હતી પણ નિયમોના કારણે તેઓ ડ્રાઈવીંગ કરી શકી ન હતી. ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં હવે ડ્રાઈવર પુરા પડાશે. તેમ સયાની ભટ્ટે જણાવ્યું હતું.
મહિલા અને બાળકોની સુરક્ષા બાબતે બહેન ડ્રાઈવર સૌથી સલામત છે. ડ્રાઇવર બેન એક વ્યાવસાયિક સેવા છે જેનો ઉપયોગ કરતાં પરિવારોને ધીમે ધીમે પોતાનાં પરિવારની મહિલાઓ વિશે નિશ્ચિન્ત કરી રહી છે. તો ખૂબ સરળ અને ફક્ત એક ફોન ઉપર ઉપલબ્ધ થનારી આ સેવા શહેરનાં એક NGO દ્વારા ચલાવવામાં આવી રહી છે. જેના સી. ઈ. ઓ. વિજય પરમાર છે.
સ્કૂલ વેનથી લઈને પોતાનાં ઘર કે ઓફિસે લઈ જવાતી કાર માટે મહિલા ડ્રાઇવર આસાનીથી મળી જાય છે પરંતુ સમાજમાં વધતાં ક્રાઈમ સાથે લોકોમાં એકબીજા પ્રત્યેનો વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. સાથે સાથે મહિલાઓ સાથે ગુનાઓ વધી રહ્યાં છે. પોતાનાં પરિવારની સુરક્ષા અને સુવિધા માટે ડ્રાઈવર બેનનો ઉપયોગ કરી શકે છે. આ માટે સંપર્ક 079-40176537 છે.