અમદાવાદમાં 34 ટકા ઊંચા ભાવે માર્ગો બનાવવા અપાયા

અમદાવાદમાં માર્ગો તુટી જતા હોવાથી ધોરી માર્ગોનું કામ કરતા તેવા ઠેકેદારોને કામ આપવા અમપાએ નિર્ણય કર્યો છે. બે વર્ષના વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ માટે ટેન્ડર મંગાવ્યા હતા. તૈયાર કરેલા અંદાજથી રૂ.૧૩૬ કરોડ વધુ ચુકવવામાં આવી રહયા છે. ઠેકા ૩૪ ટકા ઉંચા ભાવથી મંજુર કરવામાં આવ્યા છે. ઠેકેદારોને રાજય કે કેન્દ્ર સરકારના કામમાં આવો વધારો મળતો નથી.

૬૦ ફૂટ કે તેથી નાના માર્ગો માટે ઝોન કક્ષાએ કામ થાય છે. જયારે ૬૦ ફૂટ કે તેથી વધુ મોટા માર્ગો માટે રોડ-પ્રોજેકટ વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે. તૂટવા તથા રીપેરીગ સમયે એકબીજા તરફ આંગળી ચીંધવામાં આવે છે.

ઈજનેરખાતા દ્વારા જે કામ માટે રૂ.૪૦૦ કરોડનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો હતો તેના માટે રૂ.પ૩૬ કરોડ ચુકવવામાં આવશે. રૂ.૧૩૬ કરોડનો વધારો આપવા મુદ્દે વિવાદ શરૂ થયો છે. માર્ગ અને મકાન સમિતિના અધ્યક્ષ રમેશ દેસાઈએ  એકસમાન ગુણવત્તાના માર્ગો બને તે હેતુથી મોટા કામના અનુભવી ઠેકેદારોને કામ સોપવા નિર્ણય કર્યો છે.

ટ્રાફિક સર્વે પણ કોન્ટ્રાકટરના ખર્ચથી કરશે. માર્ગ સમારકામના કામ ૧૩ એજન્સીઓને ૪૩ ટેન્ડરના કામ કરી રહી છે.

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઉંચા ભાવથી કોન્ટ્રાકટ આપવામાં આવ્યા બાદ પણ સુપરવિઝન માટે થર્ડ પાર્ટીની નિમણુંક કરવામાં આવે છે. જેનો મતલબ કે કોન્ટ્રાકટર યોગ્ય કામ કરતા નથી તથા તંત્રને જ તેમની પર વિશ્વાસ નથી.

માર્ગોના કામના તમામ ટેન્ડરમાં ત્રણ કે પાંચ વર્ષની લાયેબીલીટીની શરત હોય છે. ર૦૧૭માં ૧૩૦ રોડ તૂટયા બાદ એકપણ કોન્ટ્રાકટરે સ્વ-ખર્ચથી કામ કરી આપ્યા નથી.