એમદાવાદ શહેરી બસ સેવા AMTS પ્રાયવેટ ઓપરેટરોની બસોનું મોટાપ્રમાણમાં ફ્લીટ હોવાથી હવે મૂળ કામ પ્રાયવેટ બસોનું નિયમિત સંચાલન થાય, તેનું યોગ્ય મોનીટરિંગ થાય એ જ રહેવા પામેલ છે.
આનો સીધો અર્થ એ થયો કે ખાનગી કોન્ટ્રાકટરોની બસોનું સંચાલન કરવા સિવાય એએમટીએસ જેવી એક જમાનાની નમૂનારૃપ સંસ્થા પાસે બીજું કશું જ કરવાનું રહેતું નથી. એક સમયે જે શહેરમાં સિટીબસ શરૃ કરવી હોય તે એએમટીએસની ‘લાલબસ’નો અભ્યાસ કરવા આવતા હતાં, તેની કેવી સ્થિતિ થઈ છે. તેનું આ કબુલાત નામું છે.
આમ પણ મુનિ.ની પોતાની ૧૩૫ બસો જ રહી ગઈ છે, તેમાંથી ૧૦૦ થી પણ ઓછી રોડ પર મુકાય છે. જ્યારે ખાનગી ઓપરેટરોની ૬૦૬ જેટલી બસો છે. રોજ ૭૦૦ થી પણ ઓછી બસો રોડ પર મુકાય છે, જ્યારે રજાના દિવસે તે ઘટીને ૬૦૦ થઈ જાય છે.