ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ બે દિવસ ગુજરાત મુલાકાતે આવ્યા છે. બેઠકમાં અમદાવાદ શહેરમાં ચાલી રહેલી જૂથબંધીનો મુદ્દો પણ ઉછળ્યો હતો. જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા આગેવાનો સામે હજુ સુધી પગલાં લેવાયા ન હોવાનું જણાવાયું હતું.તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની ૨૬ બેઠકો માટે ઉમેદવારોની કાચી યાદી તૈયાર કરી દેવાઈ છે. કકળાટને ભૂલી જાવ અને લોકસભા ચૂંટણીના કામમાં લાગી જાવ. ગઠબંધનની ચર્ચા રાષ્ટ્રીય સ્તરે કરાશે. અત્યારે તો ગઠબંધન અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.
નિરીક્ષકો સાથેની મિટિંગ બાદ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક બોલાવવામાં આવશે. હવે આ બેઠકમાં નામોની છટણી કરીને પેનલના નામો હાઈકમાન્ડને મોકલવામાં આવશે. બૂથ જીતવાની રણનીતિ પર કામ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસમાં વારંવાર ચૂંટણી હારી જતાં સિનિયર નેતાઓ સાઈડ લાઈન થયા છે, જેના કારણે તેઓ નારાજ બનીને બેઠા છે. આ નેતાઓને રાજી કરવા પ્રભારી રાજીવ સાતવ 29મી જાન્યુઆરીએ બેઠક કરી હતી.