અમદાવાદ ઈ કાર કે બાઈક માટે 100 ઈવી સ્ટેશન સ્પાશે, પેટ્રોલ પંપ હવે ભૂલી જાઓ

EESL અને AMCએ અમદાવાદમાં ઇલેક્ટ્રીક વ્હીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહિત કરવા માટે ભાગીદારી કરી છે. ભારત સરકારની એનર્જી એફિસિયન્સી સર્વિસીસ લિમિટેડ (EESL) દ્વારા અમદાવાદમાં 100 જગ્યાએ બેટરી ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે 10 વર્ષ માટે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ (ઇવી) માટે માળખું તૈયાર કરશે.

5 જૂન 2019ના દિવસે અમપા સાથે આવેદન પત્ર પર સહી કરી હતી. ઇ-મોબિલિટીનો સ્વિકાર કરી અમદાવાદમાં 100 જેટલા જાહેર ચાર્જિંગ સ્ટેશન સ્થાપી શકે અને એએમસીના વિસ્તારોમાં ભાડા અને ખરીદીને આધારે ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહિત કરી શકે. ઇ-કારના ચાર્જિંગ માટે, 286 એસી અને 142 ડીસી ચાર્જરની પણ સ્થાપના કરવી જરૂરી છે.

ભારત સરકારના રાષ્ટ્રિય ઇમોબિલિટી મિશન હેઠળ ઈ ચાર્જીંગ માટે રોકાણ EESL દ્વારા કરવામાં આવશે. ઇવીના કારણે વર્ષે કાર દિઠ 4.46 ટનથી પણ વધુ કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં ઘટાડો થશે. 100 સ્ટેશન સ્થપાતા અને વાહનો વધતાં હવાનું પ્રદૂષણ ઘટશે. તેથી પ્રદૂષણના કારણે મૃત્યુ પામતાં હજારો લોકોને બચાવી શકાશે.

ભારતમાં ઘણા રાજ્યોએ ઈવી માટે નીતિ જાહેર કરી છે. પણ ગુજરાતની રૂપાણી સરકારે કોઈ નીતિ બનાવી નથી. ગુજરાત સરકાર હવે ઇલેક્ટ્રિક વ્હિકલ (ઇવી)ના ઉપયોગને રાજ્યમાં પ્રોત્સાહિત કરવાની નીતિ બનાવશે.

ઇવી પ્રોગ્રામ હેઠળ 10,000 ઇ-કારના ઉત્પાદન માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આજની તારીખ સુધીમાં દેશમાં 1408 ઇ-કાર બહાર આવી ગઈ છે. નોંધણી અને ફાળવણીની પ્રક્રિયા ચાલી રહી છે.