અમદાવાદ જિલ્લા જમીન તકેદારી સમિતિની બેઠકમાં જમીન અંગેની 65 ફરિયાદોની સમીક્ષા કરવામાં આવતાં ખોટી રીતે જમીન પચાવી પાડવાની ઘટનાઓ પ્રાથમિક તપાસમાં બહાર આવતા 24 સામે પ્રાથમિક તપાસ અહેવાલ – એફ.આઇ.આર નોંધવા અમદાવાદ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે એ સૂચના આપી છે. 65 ગુનામાંથી 61નો નિકાલ કરવામાં આવ્યો હતો અને 4 કેસોમાં સમાધાન થયું હતું. અમદાવાદમાં ૧૩૩૫૯૭૨ ચોમી જમીન પર ગેરકાયદે દબાણો હોવા છતાં જિલ્લા કલેક્ટર દબાણો હઠાવવામાં નિષ્ફળ રહ્યાં છે.
અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ સરકારી પડતર જમીનો પર દબાણ થયાની ફરિયાદો થવા પામી છે. અમદાવાદ શહેરમાં નારોલમાં સરકારી જમીન પર દબાણો થયાની કુલ ૬૧ ફરિયાદો સરકારને મળી છે. અહીં ૪૪.૦૮ હેક્ટર પર દબાણો થયાં છે. વેજલપુરમાં ૩૫ અને ઘાટલોડિયામાં ૭૩ ફરિયાદો દબાણની મળી છે. સાબરમતીમાં પણ ૩૮ ફરિયાદો એવી મળી છે.
ભૂમાફિયાઓએ સરકારી જમીન પર દબાણો કર્યાં છે. ઘાટલોડિયામાં ૪૧.૪૭ હેક્ટર , વેજલપુરમાં ૨૧.૦૫ હેક્ટર , સાબરમતીમાં ૨૭.૨૭ હેક્ટર જમીન પર દબાણો થયા છે.
સૌથી વધુ દબાણો દસ્ક્રોઇમા ૭૮૨ ફરિયાદો મળી છે. આ વિસ્તારમાં ૪૫૪.૫૫ હેક્ટરમાં દબાણો થયાં છે. તે પૈકી હજુય ૪૭૯ સ્થળો પર કલેક્ટર દબાણો દૂર કરાવી શક્યા નથી.
બાવળામાં ૪૬ ફરિયાદો છે. જેમાં ૯.૨૮ હેક્ટર જમીન પર દબાણો થયાંની રજૂઆત થઇ છે. ધોળકામાં ૧૪.૨૯ હેક્ટરમાં સરકારી જમીન ભૂમાફિયાઓના કબજામાં છે. ધંધુકામાં ૬૦.૭૧ હેક્ટર જમીન પર દબાણો થયાની ૩૧ ફરિયાદો થઇ છે.
સરકારી હેક્ટર પર ભૂમાફિયાઓએ દબાણ કર્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં સરકારી જમીનો પર દબાણો થયાની કુલ ૧૦૯૩ ફરિયાદો 2017માં થઇ છે જેમાં આજેય ૭૦૭ સ્થળોએ દબાણ યથાવત છે. કલેક્ટર દબાણ દૂર કરાવી શક્યા નથી.