અમદાવાદ કે કેવડીયા સિંહ આવ્યા નહીં, વાત કેમ વિસરાઈ

અમદાવાદમાં લાયન સફારી પાર્ક ઊભું કરવાની જાહેરાત 6 ઓક્ટોબર 2018ના રોજ સરકારે કરી છે. પણ તે અંગે હજુ કંઈ નક્કર કર્યું નથી. ગીરમાં 600થી વધું સિંહ થઈ જતાં તે હવે બહાર આવી રહ્યાં છે તેથી અમદાવાદમાં પણ સિંહ સફારી પાર્ક ઊભો કરવાની સરકારે જાહેરાત કરી હતી. વળી બરડા અભયાર્ણયમાં સિંહને વસાવવાનો સરકારનો પ્રોજેક્ટ સફળ થયો નથી. ત્યાં વધારે સિંહ રાખી શકાય તેમ નથી. બરડા વિસ્તારની માનવવસ્તીને અન્યત્ર ખસેડવામાં આવી રહી છે. તેમ વાપીમાં વન્યપ્રાણી સુરક્ષા સપ્તાહ કાર્યક્રમ દરમિયાન રાજ્યના વનમંત્રી રમણ પાટકરે અમદાવાદમાં સિંહ વસાવવાની જાહેરાત કરી હતી. વળી રાજપીપળા ખાતે તૈયાર થયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પણ સિંહ સફારી પાર્ક બનાવવાની વાતો કરવામાં આવી રહી છે. પણ સિંહ નર્મદા નદીને પેલેપાર ક્યારેય હતા નહીં. તેથી ત્યાં સિંહ રહી શકે તેમ ન હોવા છતાં પરાણે લઈ જવાશે કારણ કે ત્યાં લોકોને આકર્ષવા માટે સિંહ લઈ જવાનું આયોજન હતું. પણ હજુ સુધી આ અંગે કંઈ થયું નથી.

23 સિંહોના થયેલા મોતને પગલે રાજ્ય સરકારે કહ્યું હતું કારણે કે સરકાર ભારે મુશ્કેલીમાં આવી ગઈ હતી.  23માંથી સિંહો પૈકી 11 સિંહોના મોત કનોઈન ડીસ્ટેમ્પર વાયરસના કારણે થયા હતા. જેથી તેમના વસવાટ માટે સરકાર અન્ય વિકલ્પ શોધી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક રાજપીપળા ખાતે અને અમદાવાદ ખાતે નવા લાયન સફારી પાર્ક બનાવાશે. ઇનફાઇટના વધતા કિસ્સા નિવારવા સિંહોને રાજપીપળા અને અમદાવાદમાં સ્થાયી કરવાની વિચારણા છે.

જો આમ થશે તો સૌરાષ્ટ્રના ગીર જંગલનું કોઈ મહત્વ પછી નહીં રહે અને સૌરાષ્ટ્રનો પ્રવાસન ઉદ્યોગ તૂટી પડશે એવું લોકો માની રહ્યાં છે. જોકે વન પ્રધાને સિંહોના મોત માટે જવાબદારી ખંખેરવા અને રાજીનામું આપવું ન પડે એટલા માટે આવા ગતકડાં કરતાં હોવાનું પણ લોકો માની રહ્યાં છે.