[:gj]ઘઉંનું 50 ટકા ઉત્પાદન કેમ ઘટશે, તેનો સરકાર પાસે ઉત્તર નથી[:]

[:gj]

  • ખેતરને શેઢે

ગુજરાતમાં 51 તાલુકાને ઓછા વરસાદના જાહેર કરાયા છે. જ્યાં મોટા ભાગે શિયાળામાં ઘઉંનું વાવેતર થાય છે. જોકે ઘઉં પકવતાં ઓછામાં ઓછા 3 હજાર જેટલાં ગામમાં આ વખતે ઘઉં ઉગાડવા માટે પાણી ન હોવાથી ત્યાં ઘઉંનો પાક નહીં લેવાય. ગુજરાતમાં 50 ટકા ઘઉંનું વાવેતર અને ઉત્પાદન ઘટશે એવું ખેડૂતો અને ખેત બજાર સૂત્રો જણાવી રહ્યાં છે. ભારત સરકારની ચૂંટણી આવી રહી હોવાથી સરકારે ઘઉંની આયાત કરવાનો રાજકીય નિર્ણય લેવો પડશે, જે ખેડૂતો માટે ઘાતક બનશે.

50 ટકા રવિ વાવેતર ઘટશે

રવિ ઋતુમાં સિંચાઈથી થતો પાક 30 લાખ હેક્ટર છે. જેમાં 50 ટકાનો કાપ આવશે. ઘઉંનું વાવેતર 10 લાખ હેક્ટર થતું આવ્યું છે. નર્મદા નહેરમાંથી સરકાર ઘઉં માટે પાણી આપવાની નથી. વળી બીજી સિંચાઈ યોજનાઓ છે તે મોટા ભાગે ઘઉં માટે પાણી આપી શકે તેવી સ્થિતી નથી. તેથી વાવેતર 50ટકાથી નીચે જઈ શકે છે. ઓક્ટોબર મહિનો પુરો થવા આવ્યો હોવા છતાં હજુ ઘઉંના બિયારણની માંગ ઊભી થઇ નથી. સરકાર પાસે ઉત્પાદન ઘટવાના કારણો હોવા જોઈએ પણ તે હજુ સુધી જાહેર કરાયા નથી. જીરૂ, ચણા, રાઈ, ધાણા, બટાકા શિયાળું પાક લેવાય છે જેમાં સૌથી ગંભીર અસર ઘઉંના પાકને થવાની છે.

13 જિલ્લમાં ખરાબ સ્થિતી

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પ્રમાણમાં સારો વરસાદ છે. ઉત્તર ગુજરાતમાં એકમાત્ર સાબરકાંઠા જિલ્લાની અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લાની સ્થિતિ સારી છે. આ સિવાય રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ ચિંતાજનક છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસુ પાકો પણ ખેડૂતો સારી રીતે લઇ શક્યા નથી. આમ રાજ્યના 33 જિલ્લામાંથી 9થી 11 જિલ્લાની સ્થિતી સારી છે. પણ 13 જિલ્લાઓમાં સિંચાઈની સ્થિતી અત્યંત ખરાબ છે. ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પોરબંદર, મોરબી જિલ્લાની સ્થિતિ સૌથી તો વધુ ચિંતાજનક છે.

નર્મદા નહેરનું પાણી પણ નહીં અપાય

ઊંડા બોરવેલ અને ડીઝલના ઉંચા ભાવથી સિંચાઈ પર વિપરીત અસર પડી રહી છે. વડોદરા, પંચમહાલ, અમદાવાદ, બોટાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કચ્છ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નહેરમાં પાણી છોડાવાની શક્યતા ઓછી છે જો છોડવામાં આવે તો પણ 30 ટકા ઉત્પાદન ઘટશે. અને નહીં છોડવામાં આવે તો 70 ટકા ઘઉંનું ઉત્પાદન ઘટશે.

કૃષિ નિયામક દ્વારા વાવેતરના આંકડા જાહેર ન કરાયા

દેશના તમામ રાજ્યોમાં રવિ વાવેતરના આંકડા સરકારોએ જાહેર કર્યા છે. ઘઉંનું વાવેતર શરૂ થઈ ગયું તેને 20 દિવસ થયાં છતાં ગુજરાત સરકારના કૃષિ વિભાગે હજુ સુધી તેના આંકડા જાહેર કર્યા નથી. જે બતાવે છે કે ગુજરાતમાં ચિંતાજનક સ્થિતી છે, વાવેતર ઘટ્યું છે અને ભાજપની રૂપાણી સરકાર તે છુપાવવા માંગે છે.  સરદારના સ્ટેચ્યુના ભવ્ય કાર્યક્રમ બાદ આંકડા જાહેર થઈ શકે છે.

સારૂં વળતર ન મળ્યું

સરકાર બાદ ઘઉંની સૌથી વધુ ખરીદી આઇટીસી (વાર્ષિક 20 લાખ ટન) કરે છે. સરકાર આ વર્ષે ઘઉંનો લઘુતમ ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂા.100 વધારી રૂા.1725 કરે તો જ ખેડૂતોને પરવડે તેમ નથી. ગઈ સિઝનમાં ખેડૂતોને સારું વળતર મળ્યું નહીં હોવાથી તેઓ અન્ય પાક તરફ વળવાથી ઘઉંના વાવેતરને અસર પડી છે. એપ્રિલમાં ઘઉંનો મોટો પાક થવાથી મોટા ભાગના ખેડૂતોને ટેકાનો ભાવ પણ મળ્યો ન હતો. પરિણામે ઘઉંના જથાબંધ બજાર ભાવ ઓછા રહ્યાં હતા.

ભાલિયા ઘઉં ઓછા પાકશે

2016 અને 2017માં અમદાવાદ જિલ્લાના ભાલિયા ઘઉંનું વિક્રમજન વાવેતર થયું હતું. તેમ છતાં ભાવ વધારે મળ્યા હતા. 20 કિલોના રૂ.850 થી રૂ.1200નો ભાવ રહ્યો હતો. બિન પિયત ઘઉંનું વાવેતર 2017માં રવિ સિઝનમાં વિક્રમજનક રીતે ૩૪,૦૫૩ હેક્ટરમાં થયું હતું. ઓક્ટોબર-નવેમ્બરમાં પડેલા વરસાદના કારણે જમીનમાં ભેજ હોવાથી વાવેતર વધ્યું હતું. પણ આ વખતે વરસાદ ઓછો હોવાથી ભાલ પ્રદેશમાં ખેતરોમાં પાણી ભરાયા ન હતા. તેથી ભાલીયા દાઉદખાની ઘઉં બહુ ઓછા થશે. ઓર્ગેનિક પ્રકારના આ ઘઉં પર દવા અને રાસાયણિક ખાતર નજીવા વપરાતા હોવાથી ભાલિયા બિન પિયત ઘઉં લોકો ખરીદ કરવાનું વધારે પસંદ કરે છે. જેમાં પ્રોટિનનું પ્રમાણે વધું હોય છે.

દેશમાં વાવેતર ઘટશે

વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં ભારત બીજું સ્થાન ધરાવે છે. દેશમાં ગયા વર્ષે 9.83 કરોડ ટન ઘઉંનું  વિક્રમી ઉત્પાદન થયું હતું. પણ આ વખતે મહારાષ્ટ્ર અને ગુજરાતના અડઘા વિસ્તારમાં દુષ્કાળ છે. મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશમાં વાવેતરની શરૂઆત થઇ ગઇ છે. આ વિસ્ચતારમાં ઘઉંનું વાવેતર વધે એવી શક્યતા છે. ગઇ મોસમમાં પણ 2016ના વર્ષની સરખામણીમાં 8 ટકા ( 3.15 કરોડ હેકટર) વાવેતર વધુ થયું હતું. ગયા વર્ષે ઘઉંનો પાક 984 લાખ ટનનો  થયો હતો. આ વર્ષે વધુ  વાવેતર થશે તો ઘઉંની આયાત ઓછી કરવી પડશે. વ્યાપારી આંકડા અનુસાર ગયા વર્ષે 10 લાખ ટન ઘઉંની આયાત કરવામાં આવી હતી.

ઘઉંના મુખ્ય ઉત્પાદક રાજ્ય ઉત્તર પ્રદેશમાં ગયા વર્ષ કરતાં 1.5 ટકા વધીને 83 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. બીજી બાજુ મધ્યપ્રદેશ, હરિયાણા અને પંજાબમાં વર્ષે ઘઉંનું વાવેતર અનુક્રમે 7.5 ટકા, 5.0 ટકા અને 0.7 ટકા ઓછું થયું હતું. રવી પાકનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ ધીમી ગતિએ છે. 2017માં 26 ઓકટોબર સુધીમાં 46.47  લાખ હેકટર વિસ્તારની સરખામણીએ ચાલુ વર્ષના 26 ઓકટોબર સુધીમાં ૩૦.૨૩ લાખ હેકટર વિસ્તાર પર રવી વાવેતર પૂરું થયું છે. જે 35 ટકા ઓછું છે.

આંતરરાષ્ટ્રીય બજાર

ઇન્ટરનેશનલ ગ્રેઇન કાઉન્સિલ (આઇજીસી)એ જાહેર કરેલી વિગતો પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં ઘઉંનું ઉત્પાદન ઘટશે અને રશિયામાં ઉત્પાદન વધશે. વિશ્વમાં એક મિલિયન  ટન વધુ ઘઉં પાકશે. આમ આ વરસે 717 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન થવાની આશા છે. જર્મનીમાં આવતી સીઝનમાં 3.1 થી 3.2 મિલિયન હેક્ટર જમીન ઉપર ઘઉંનું વાવેતર થઇ શકે છે. જે ગત સીઝનમાં 2.9 મિલિયન હેક્ટર પર થયું હતું.

આઝાદીઝી આજ સુધી

1949માં ગુજરાતમાં 4.07 લાખ હેક્ટરમાં 2.31 લાખ મેટ્રિક ટન ઘઉં પાકતાં હતા. ત્યારે સરેરાશ એક હેક્ટરે 568 કિલો ઘઉં થતાં હતા. 1996-97 સુધી કોંગ્રેસ સરકાર રહી ત્યાં સુધીમાં તે વધીને 6.49 લાખ હેક્ટરમાં પાકતાં થયા હતા, ઉત્પાદન 15.01 લાખ મેટ્રિક ટન કરવાનો વિક્રમ બનાવ્યો હતો. જે સરેરાશ 2316 કિલો એક હેક્ટરે ઘઉં પાકતાં કરી આપ્યા હતા. આમ વાવેતર વિસ્તાર વધવાની સામે ઉત્પાદનમાં 7 ગણો વધારો કોંગ્રેસ સરકારોના સમયમાં થયો હતો.

ત્યાર બાદ ભાજપની સરકારો આવી અને 2014 સુધીમાં વાવેતર વધીને 11.73 લાખ હેક્ટર થયું હતું. 28.37 લાખ ટન થયું હતું અને એક હેક્ટરે સરેરાશ 2678 કિલો થયું હતું.

(દિલીપ પટેલ)[:]