વરસાદી પાણીના મહતમ સંગ્રહ સાથે પાણીનો મહત્તમ સ્ત્રોત ઉભો થાય, વધુ જળરાશી ઉપલબ્ધ થાય તથા ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવે તેવા બહુવિધહેતુ સાથે ધોળકા તાલુકાના વાસણા ગામે ૪૦ હેક્ટરના તળાવને ઊંડા કરવાના કામનો જિલ્લાકક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ થયો હતો.
અમદાવાદ જિલ્લામાં રૂ.૧૩.૭૨ કરોડના ખર્ચે ૪૫૩ કામો હાથ ધરાશે. શહેરી વિકાસ વિભાગ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જળસંચયના વિવિધ કામો આગામી ૩૧ મે-૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરાશે. રૂ.૮.૨૨ કરોડના ખર્ચે ૨૨૨ તળાવો ઉંડા કરાશે. ૨૭,૪૦,૬૦૬ કયુબિક મિસ્ટર માટીકામ સાથે વિપુલ જળરાશિનો સંગ્રહ થશે. ગ્રામવિકાસ વિભાગ દ્વારા રૂા.૧૨.૭૨ લાખના ખર્ચે ૨૬ ખેતતલાવડી થશે. તેનાથી ૮૩૦૦ ઘનમીટર માટીકામ થતા જળસંગ્રહ થશે. વોટરશેડ અંતર્ગત ૬ ચેકડેમ બનશે. ગ્રામવિકાસ વિભાગ દ્વારા રૂા.૧૬૩ લાખના ખર્ચે ૨૮ તળાવો ઉંડા કરાતા ૭૮૩૦૦ ઘનમીટર માટી કામ થતા જળસંચય થશે.
જળસંપતિ વિભાગ દ્વારા ૨.૪૬ લાખના ખર્ચે ચાર નહેરોના સ્ટ્રક્ચરની સફાઈ કામગીરી હાથ ધરાશે. ૧૦ એચ.આર. ગેટ સમારકામ હાથ ધરાશે. શહેરી વિકાસ વિભાગ દ્વારા ટાંકી, સંપ, ઈન્ટેક સ્ટ્રક્ચર તથા આસપાસની સફાઈના કામ પણ હાથ ધરાશે. ઉપરાત ગટરની કાંસ સફાઈના ૧૫ કામ પણ હાથ ધરાશે. વારણાનું તળાવ ઉંડુ થતા ૧૦૦૦૦ ઘનમીટર માટીકામ ૩૫ એમ.સી.એફ.ટી.પાણીનો સંગ્રહ થશે.