અમદાવાદ પૂર્વઃ ભાજપના ગઢમાં પણ પરેશ રાવલ અભિનેતામાંથી નેતા બની ન શક્યા

અમદાવાદ પૂર્વ વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. અમદાવાદનો ઔદ્યોગિક વિસ્તાર અહીં આવેલો છે. તેથી અહીં શ્રમજીવી વધું છે. નાના ગામડાઓ શહેરમાં ભળી જતાં આ વિસ્તાર પાછળથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યો હતો.

વિધાનસભા બેઠકો: – 34-દહેગામ, 35-ગાંધીનગર સાઉથ, 43-વટવા, 46-નીકોલ, 47-નરોડા, 48-ઠક્કરબાપા નગર, 49-બાપુનરગ.

લોકસભામાં જ્ઞાતિના સમીકરણ:

વિધાનસભા બેઠક કૂલ SC દલિત આદિજાતિ મુસ્લિમ OBC ઓબીસી GENERAL સામાન્ય

નામ
ઠાકોર કોળી રબારી ચૌધરી અન્ય લેઉવા પટેલ કડવા પટેલ ક્રિશ્ચિયન બ્રાહ્મણ જૈન દરબાર અન્ય
34 દહેગામ 1,68,408 35,907 1,941 6,420 54,320 0 6,420 3,249 8,079 7,000 13,920 146 4,620 2,930 15,904 7,552
35 ગાંધીનગર સાઉથ 1,98,749 41,250 4,800 8,700 20,100 2,250 6,970 8,570 17,173 1,900 27,900 1,100 17,430 7,500 19,800 13,306
43 વટવા 2,12,059 16,885 2,111 37,990 6,332 8,442 4,221 2,111 29,548 19,995 14,774 2,111 2,111 2,111 6,332 56,985
46 નીકોલ 2,05,167 10,258 2,052 4,103 8,207 6,155 14,362 2,052 38,982 24,620 28,723 2,052 6,155 4,103 18,465 34,878
47 નરોડા 2,11,732 14,821 2,117 6,352 12,704 6,352 6,352 2,117 38,112 27,525 25,408 2,117 12,704 10,587 14,821 29,643
48 ઠક્કરબાપા 1,93,655 17,429 1,937 3,873 9,683 11,619 9,683 3,873 30,985 19,365 15,492 1,937 7,746 5,810 7,746 46,477
49 બાપુનરગ 1,61,662 14,549 1,117 46,065 1,617 1,317 8,083 0 17,783 14,549 17,783 1,617 3,233 1,617 4,850 27,482
કૂલ  2012 પ્રમાણે 13,51,432 1,51,099 16,075 1,13,503 1,12,963 36,135 56,091 21,972 1,80,662 1,14,954 1,44,000 11,080 53,999 34,658 87,918 2,16,323

 

પક્ષને મળેલા મત 2014 લોકસભા 2017 વિધાનસભા
BJP 6,33,582 6,52,832
INC 3,06,949 4,52,011
તફાવત 3,26,633 2,00,821

 

2014 લોકસભા

મતદાર : 1601832
મતદાન : 986526
કૂલ મતદાન (%) : 61.58

 

ઉમેદવારઉમેદવારનું નામ પક્ષ કૂલ મત % મત
પટેલ હીંમતસિંઘ પ્રહલાદસિંઘ INC 306949 31.12
પરેશ રાવલ BJP 633582 64.23
રોહીત રાજુભાઈ વિરજીભાઈ BSP 6023 0.61
આદિત્ય રાવલ VHS 987 0.10
ખલીફા સમસુદ્દીન ABCD(A) 895 0.09
દત્ત આકાશ એડવોકેટ JD(U) 558 0.06
દિનેશ વાઘેલા AAAP 11349 1.15
નારણભાઈ ટી. સેગંલ BSDL 782 0.08
બુદ્ધપ્રિયા જશવંત સોમાભાઈ PAP 698 0.07
વિજયકુમાર એમ. વાઘેલ HND 704 0.07
અટીકભાઈ મેવ IND 1094 0.11
અનિકકુમાર શર્મા IND 1201 0.12
દશરથભાઈ એમ. દેવા IND 2299 0.23
રોષન પ્રિયવદન શાહ IND 4046 0.41
None of the Above NOTA 14358 1.46

 

છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો

2004       હરિન પાઠક                                                       BJP

2009       હરિન પાઠક                                                        BJP

2014       પરેશ રાવલ                                                        BJP

વિકાસના કામો

  • સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થાઓએ 20 માપદંડોના તારણ બાદ અમદાવાદને સંતુલિત અને સર્વગ્રાહી વિકાસ માટે શ્રેષ્ઠ ઠરાવ્યું છે. ઇ ગર્વનન્સમાં અમદાવાદ ગુજરાતનું રોલમોડેલ બની શકે એવું થયું છે.
  • શહેરી ગરીબ લોકોને અપાતી સવલતોમાં ગુજરાતના અન્ય વિસ્તારો કરતાં અમદાવાદ અમલીકરણની દ્રષ્ટિએ પ્રથમ નંબર છે.
  • ફાઇનાન્સિયલ ડિસિપ્લિનમાં અમદાવાદ સમગ્ર દેશમાં અવ્વલ પર છે.
  • રિંગરોડ પરના ઓઢવ ચાર રસ્તા પાસે નવું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને તેને સંલગ્ન નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે.
  • પૂર્વ અમદાવાદમાં રહેણાંક વિસ્તાર માટે સુવિધાઓ ઊભી કરાતાં દશ લાખથી એક કરોડ રૂપિયાના ફ્લેટ્સ પૂર્વ વિસ્તારમાં વેચાઇ રહ્યા છે
  • વાઇબ્રન્ટ ગુજરાતને કારણે અમદાવાદમાં દોઢ લાખ કરોડનું મૂડીરોકાણ આવ્યું છે. આ મૂડીરોકાણને પગલે રોજગારીની નવી તકો ઊભી થઈ છે.
  • અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં 60થી 70 ટકા પ્રોજેક્ટ ચાલુ થઇ ચૂક્યા છે, કાં તો ટેઇક ઓફફ્ થયાના સ્ટેજ પર છે

પ્રશ્નો ઘટનાઓ

  • અમદાવાદ પૂર્વ બેઠકના સાંસદ પરેશ રાવલ ગુમ થયા હોવાના પોસ્ટર અહીં લોકોએ લગાવ્યા હતા. શોધી આપનારને રૂ.21 હજારનું ઈનામ જાહેર કરાયું છતાં તેઓ લોકોના પ્રશ્નના ઉકેલ માટે કોઈ પ્રયાસ કર્યો નથી.
  • અમદાવાદ પૂર્વના ભાજપના સાંસદ પરેશ રાવલની લોકસભામાં 73% હાજરી રહી છે. પણ તેમણે પૂર્વ અમદાવાદને કેન્દ્ર સરકાર તરફથી સીધો ફાયદો મળે એવી કોઈ વાત કરી નથી. માત્ર પ્રશ્નો પૂછ્યા છે.
  • અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ – ઔડાના સમયમાં બનેલા ગટર અને વરસાદી પાણીના નિકાલના નેટવર્કમાં કોઇ સુધારો કરાયો નથી. પરિણામે આ વિસ્તારોમાં કાયમ ગટર ઊભરાતી હોય છે
  • 17 કિમી લાંબી ઈન્દિરાબ્રિજથી કોતરપુર અને નરોડાથી લઈને નારોલ-અસલાલી સુઘીની ખારીકટ કેનાલ અહીંના વિસ્તારનો સૌથી મોટો ખતરો છે. જેને ભૂગર્ભમાં બનાવવા કે તેની ઉપર રસ્તો બનાવવા માટે પરેશ રાવલે કોઈ ધ્યાન આપ્યું નથી.
  • ઔદ્યોગિક એકમો ગેરકાયદે ગટર જોડાણથી ખારીકટ કેનાલમાં કેમિકલ અને કચરો ઠાલવે છે. આ વિસ્તારમાં ખુલ્લી, ગંદકીથી ખદબદતી કેનાલ રોગચાળાનું કારણ બની છે. છતાં તેનો કોઈ ઉપાય મળતો નથી.
  • પૂર્વ અમદાવાદમાં વર્ષે એક લાખ વાહનો નવા નોંધાય છે, પણ તેની સામે રસ્તાઓ સારા થતાં નથી. તેથી ટ્રાફિક અને હવાનું પ્રદૂષણ વધે છે.
  • રોડ રિસરફેસિંગમાં મોટા કૌભાંડ થઈ રહ્યાં છે. એક વર્ષમાં જ રોડ તૂટી જાય છે. નાના અધિકારીઓ સામે પગલાં લેવાય છે, પણ રાજકારણીઓ અને ડેપ્યુટી કમિશનર કક્ષાની વ્યક્તિની સામે પગલાં લેવાતા નથી.
  • નવા વિસ્તારોમાં હજુ પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી.
  • નિકોલ, ઓઢવ, ગોમતીપુર, રામોલ-હાથીજણ સહિત 8 વોર્ડના કોર્પોરેટરોએ તેમના વોર્ડના પ્રશ્નોની રજુઆત કરી પણ ઉકેલ આવતો નથી.

પ્રભાવશાળી વ્યક્તિઓ

  • હરીન પાઠક, વલ્લભ કાકડીયા, ડો.પ્રફુલ ઠાકર, જગદીશ ઠાકોર, શંકરસિંહ વાઘેલા, હિંમતસિંહ પટેલ.

સંભવિત સ્થિતી

  • દહેગામ, ગાંધીનગર દક્ષિણ, વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર અને બાપુનગર વિધાનસભાનો સમાવેશ થાય છે. હાલ આ લોકસભા વિસ્તારની બાપુનગર વિધાનસભામાં જ કોંગ્રેસના ધારાસભ્ય છે. બાકીની વિધાનસભા પર ભાજપના જ ધારાસભ્યો છે. કોંગ્રેસ દ્વારા અહીં સારા ઉમેદવાર મૂકવામાં આવે તો પણ જીત શક્ય નથી. પોતાના મત વિસ્તાર બહાર પરેશ રાવલની લોકપ્રિયતા હોવાથી ભાજપને ફાયદો પહોંચાડી શકે તેમ છે.

ભાજપ

  • અહીં પરેશ રાવલને બદલીને બીજા કોઈને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
  • પરેશ રાવલને લોક નેતા બનવાની તક હતી. પણ તેઓએ માત્ર અભિનેતા બનવાનું પસંદ કર્યું છે.
  • લોકોપયોગી કાર્યોના નામે નહિંવત કામગીરી હોવાને કારણે લોકોમાં તેમના પ્રત્યે રોષ છે.
  • અમદાવાદ પૂર્વમાં લઘુમતી સમાજની સંખ્યા વધુ હોવાથી ઉમેદવાર બદલવામાં આવ્યા હોઇ શકે.
  • પૂર્વમાં નરોડા વિસ્તાર ભાજપનો ગઢ સાબિત થયો છે.

કોંગ્રેસ

  • અમદાવાદ પૂર્વ બેઠક માટે ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાંથી કોઈએ દાવેદારી કરી ન હતી.
  • અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 32,6633 મતથી હારી હતી. ફરી એજ હાલત છે.
  • અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠકોમાં કોંગ્રેસનો ગઢ ગણાતા લઘુમતી ધર્મના મતદારોની વર્ચસ્વવાળી જમાલપુર અને દાણીલીમડા બેઠક ઉપર કોંગ્રેસને નજીવી સરસાઇ મળી હતી.
  • કોંગ્રેસે હારવા માટે અહીં ઉમેદવાર ઊભા રાખે છે.

વચનો પુરા ન થયા

  • વસ્ત્રાલમાં ગટરના પાણી બહાર આવતાં હોવાની કાયમી સમસ્યા છે. જે અંગે તમામ ચૂંટણીમાં અહીં ભાજપે વચનો આપ્યા હતા પણ પૂરા થતાં નથી.
  • રિંગરોડ ઉપરના ઓક્ટ્રોય નાકા પાસે નવું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને સમ્પ બનાવીને ગટર બેકિંગના પ્રશ્નના નિરાકરણ લાવવાનું આશ્વાસન જ રહ્યું છે.
  • આદિનાથનગર જેવાં નીચાણવાળા ભાગમાં ભરાતાં વરસાદી પાણીના પ્રશ્ન ઉકેલવા માટે સમ્પ બનાવવા વચન અપાયું હતું.
  • પૂર્વ ઝોનની કચેરીને મળેલી ફરિયાદોના ઝડપી નિકાલ કરવાનું આશ્વાસન આપ્યું હતું. પણ લોકોના ફોનના જવાબો પણ આપવામાં આવતાં નથી.
  • પૂર્વ વિસ્તારના સાસંદ પરેશ રાવલે લોકોના પ્રશ્નોના કાર્યક્રમોમાં ફોટો પડાવવા હાજરી પુરાવે છે. પછી 15 મિનિટ રહી જતા રહે છે. તેથી મેયર અને કમિશનર સામે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટેરે પ્રશ્નોની ઝડી વરસાવી હતી. તેઓએ લોકો સાથે રહેવાનું વચન આપ્યું હતું તે પાળી બતાવ્યું નથી.
  • પૂર્વ અમદાવાદમાં વિકાસના કામોના વચનો નાગરિકોને પૂરો સંતોષ આપી શક્યા નથી.