અમદાવાદ: 13 નવેમ્બર
ટ્રાફિક વિભાગ ઘ્વારા શહેર માં નવા નવા કાયદા અને નિયમો લાવી રહી છે . ટ્રાફિક વ્યવસ્થા જળવાય અને અકસ્માત ઓછા થાય તે હતું થી શહેર પોલીસ હંમેશા સોશિયલ મીડિયા ઘ્વારા પણ એકીટવ રહેતી થઈ ગઈ છે અને લોકો ને ઓછી હલકી પડે એમ સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે એવી જ એક સેવા ટ્રાફિક પોલીસ ઘ્વારા શરૂ કરવામાં આવી છે
જેમાં જો હવે શહેરમાં ક્યાંય પણ ટ્રાફિક સિગ્નલમાં ખામી જણાય તો તેની ફરિયાદ લોકો ટ્રાફિક પોલીસને કરી શકશે. અમદાવાદ પોલીસે આ માટે ફરિયાદ નંબર અને વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. જેના પર ફોટો મોકલી અથવા ફોન પર માહિતી આપી શકશે તાજેતરમાં ઘણા ટ્રાફિક સિગ્નલ પર એક સાથે લાલ અને લીલી એમ બંને લાઈટ ચાલુ રહેતી હતી જેના કારણે વાહનચાલકો અસમંજસમાં મૂકાતા હતા. વાહનચાલકોને સિગ્નલભંગના મેમાનો પણ ડર લાગતો હતો. જેને લઈ હવે ટ્રાફિક પોલીસે સિગ્નલમાં ખામી હોય તેની ફરિયાદ તેમની સુધી પહોંચી શકે તે માટે ફરિયાદ નંબર જાહેર કર્યો છે જેના પર લોકો ફોન કરી અથવા વોટ્સએપ પર ફોટો મોકલી જગ્યાના નામ સાથે ફરિયાદ કરી શકશે. અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્વીટ કરીને આ માહિતી જાહેર કરી છે
ગુજરાતી
English



