અમદાવાદ મેટ્રોનું 1.72 કિલોમીટર કામ પૂરું થયું

અમદાવાદના એપરલ પાર્કથી કાલુપુરને જોડતી ભોંયરાનું 1.72 કિલોમીટર કામ પુર્ણ થઈ ગયું છે. અમદાવાદામાં મેટ્રો માટે 60 ફૂટ ઊંડે બની છે. અમદાવાદમાં 6.50 કિલો મિટર ભોંયરામાં મેટ્રો દોડશે. સરસપુર બોગદાની કામગીરી પણ 60 ટકા પુરી થઈ છે. બોગદાનુ કામ માર્ચ 2017માં શરુ કરવામાં આવ્યું હતું. અત્યારે કાલુપુર સિવાય સરસપુર પણ બોગદાનું કામ ચાલુ છે. તે કામ પણ 60 ટકા જેટલુ પુરુ થઈ ગયું છે. 6 કીલોમીટર વચ્ચે 4 સ્ટેશન હશે.

મેટ્રો ટ્રેનના વસ્ત્રાલથી થલતેજ સુધીના ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં એપેરલ પાર્કથી શાહપુર સુધી લગભગ 6.40 કિલોમીટર લાંબું બોગદુ બની રહ્યું છે. અપ અને ડાઉન ટ્રેનોના સંચાલન માટે બે બોગદા છે. બોગદા બનાવવા માટે જર્મનીથી બોગલા બોરિંગ મશીનો મંગાવામાં આવ્યા છે. કાલુપુર ખાતે પણ બોગદાનું કામ ચાલે છે. આ બોગદા જમીનમાં 17થી 18 મીટર નીચે બનાવાઈ રહ્યા છે. ડિસેમ્બર 2019 સુધીમાં બોગદા બની જાય તેવો લક્ષ્ય હતો. પણ તે પ્રમાણે કામ થયું નથી. 6.40 કિલોમીટર લાંબા બોગદા વચ્ચે લગભગ 6.50 મીટર અંતર છે. એક બોગદુ 100 મીટર બની જાય પછી તેને સમાંતર બીજું બોગદુ બની રહ્યું છે. 260 મીટરનું સ્ટેશન કાંકરિયા ખાતે બનાવાશે – 220 મીટરનું સ્ટેશન કાલુપુર ખાતે બનાવાશે – 3.30 કિલોમીટર લાંબી ટનલ કાલુપુરથી શાહપુર સુધી છે.