અમદાવાદ મ્યુનિ.કોર્પાે.માં બેવડી નીતિ ચાલી રહી છે.

અમદાવાદ,તા:૨૯  શહેરને મચ્છર અને મેલેરીયામુક્ત કરવા માટે ઘણાં સમયથી સર્વે કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત શૈક્ષણિક સંકુલો, કન્સ્ટ્રકશન સાઈટો, હોટેલ, મોલ્સ, હોસ્પિટલ વગેરે સ્થળે સર્વે કામગીરી દરમ્યાન બ્રીડીંગ મળી આવતાં નોટીસ, દંડ અને સીલ કરવા સુધીની કામગીરી કરવામાં આવી છે.

જ્યારે આજરોજ મ્યુનિ.કોર્પાેરેશન અને સરકારી ક્ચેરીઓમાં મોટાપાયે મચ્છર બ્રીડીંગ મળ્યા હોવા છતાં દંડ કે સીલીંગ ની કાર્યવાહી થઈ નથી. મ્યુનિ.કોર્પાેરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ સર્વે દરમ્યાન સારંગપુર બસ ટર્મિનલ (એએમટીએસ), પ્રહલાદનગર પંપીગ સ્ટેશન, આનંદનગર પંપીગ સ્ટેશન, ખાડિયા સ્વિમિંગ પુલ, ઉત્તમનગર વોટર પંપીગ, એલ.જી.હોસ્પિટલ, બોડકદેવ ઝોનલ ઓફિસ, બીએસએનએલ ઓફિસ ચાંદલોડિયા, રાજપુર પોલીસ લાઈન પંપીગ સ્ટેશન વગેરે સરકારી ક્ચેરીઓમાંથી મચ્છર બ્રીડીંગ મળ્યા હોવા છતાં કોઈ જ પ્રકારનો દંડ લેવામાં આવ્યો નથી તથા માત્ર નોટીસ આપીને સંતોષ માનવામાં આવ્યો છે. આમ, બ્રીડીંગ મળવા છતાં દંડ અને સીલીંગની કાર્યવાહી કરવામાં આવી નથી જે બાબત ચર્ચાનો વિષય બની છે.