અમદાવાદ શહેરમાંથી બે વર્ષમાં 35 નકલી પોલીસ પકડાયા

અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન નકલી પોલીસ બનીને લોકોની પાસેથી પૈસા પડાવતા 35 શખ્સો ઝડપાયા હોવાની માહિતી ગૃહ રાજ્ય મંત્રીએ લેખિતમાં માહિતી આપી હતી.

અમદાવાદના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો હતો કે, તા. 31-05-2019ની સ્થિતિએ અમદાવાદ શહેરમાંથી નકલી પોલીસ બનીને લોકોને હેરાન કરતાં, પૈસા ઉઘરાવતા અને ડરાવતા કેટલા આરોપીઓને પકડવામાં આવ્યા છે? પકડાયેલા આરોપીઓમાઠી કેટલ એક કરતાં વધુ વખત પકડાયા છે?

જે અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા વિધાનસભામાં લેખિતમાં માહિતી આપીને જણાવ્યુ હતું કે, તા. 01-06-2017 થી તા. 31-05-2018 સુધીમાં 17 આરોપીઓ અને તા. 01-06-2018 થી તા. 31-05-2019 સુધીમાં 18 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ પૈકીનો એક પણ આરોપી એક કરતાં વધુ વખત પકડાયો નથી તેમ પણ તેમણે જણાવ્યુ છે.