અમદાવાદ શહેરમાં ઐતિહાસિક ઈમારતો અને સ્મારકો નું આયોજન

પ્રશાંત.પંડીત,તા.૧૯
અમદાવાદ શહેરમાં ૨૨ અને ૨૩ નવેમ્બર એમ બે દિવસ હેરીટેજ ફેસ્ટીવલનું આયોજન કરાયુ છે.બે દિવસ દરમિયાન શહેરના ભવ્ય ઐતિહાસિક વારસા વિષે શહેરીજનોને માહીતગાર કરાશે.

આ અંગે મળતી માહીતી મુજબ,૧૮ થી ૨૫ નવેમ્બર દરમિયાન દર વર્ષે યોજાતા વૈશ્વિક હેરીટેજ સપ્તાહને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ હેરીટેજ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આગામી ૨૩ નવેમ્બરના રોજ સવારે સાત કલાકે માણેક ટુ માણેક હેરીટેજ વોક યોજાશે.આ વોકમાં શહેરના એલિસબ્રિજના છેડે આવેલા માણેકબુર્જથી લઈને માણેકચોક સુધીની વોકમાં વિવિધ ઐતિહાસિક ઈમારતો અને સ્મારકો વિશે વોકમાં જાડાનારાઓને માહીતગાર કરાશે.ઉપરાંત સાંજે ૭થી ૧૦ સુધી કવિ દલપતરામ ચોક જેવા સ્થળોએ કવિતા,ગઝલ પઠન જેવા કાર્યક્રમ યોજાશે.૨૩ નવેમ્બરે સવારે હેરીટેજ ફુડ વોક યોજાશે.જેમાં અમદાવાદ શહેરની પરંપરાગત વાનગીઓથી શહેરીજનોને વાકેફ કરાશે.આજ દિવસે બપોરે ત્રણથી પાંચ શહેરમાં વિસરાઈ ગયેલી રમતો જેમાં ભમરડા,ગીલીડંડા,છાપ,લખોટી વગેરે જેવી રમતો શહેરના કોટ વિસ્તારમાં આવેલી પોળોમાં ઐતિહાસિક યાદોને વિશે માહીતી આપવાની સાથે રમાડાશે.

ઉપરાંત શહેરમાં ટ્રેઝર હંટ અને ડાયરાના કાર્યક્રમોનુ પણ આયોજન કરાયુ છે.