અમદાવાદ મ્યુનિસિપલ શાસકો ભાજપના નેતાઓનો વહીવટી તંત્ર ઉપર અંકુશ નથી. નાણાંકીય સત્તાના નામે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. હવે, વહીવટના બદલે ભ્રષ્ટાચારનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર કમીશ્નરે ખાસ પરિપત્ર જાહેર કરીને આસી. કમીશ્નરોને ટેન્ડર પ્રક્રિયામાં રૂ.પાંચ લાખ સુધીની નાણાંકીય સત્તા આપી છે. ડે.મ્યુનિસિપલકમીશ્નર કેડરને રૂ.દસ લાખ અને મ્યુનિસિપલકમીશ્નરને રૂ.૩૦ લાખ સુધીની નાણાંકિય ખર્ટની સત્તા આપી છે. જેનો દુરુપયોગ થઈ રહયો હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. મ્યુનિસિપલકમીશ્નરે પણ આ નાણાકીય સત્તા નો ખોટો લાભ લઈને કમીશ્નર બંગલાના રીનોવેશન માટે રૂ.એક કરોડ કરતા વધુ રકમનો ખર્ચ કર્યો છે. મ્યુનિસિપલકમીશ્નરે નાણાકીય સત્તાની મર્યાદામાં ટેન્ડર પ્રક્રિયા કરીને બંગલાનું રીનોવેશન કરાવ્યું છે.
કમીશ્નરે વિજય નહેરાએ પદભાર સંભાળ્યો તે સમયથી નાણાંકીય સત્તાના અન્ય કોઈપણ કામની ફાઈલ સ્ટેન્ડીગ કમીટી સમક્ષ આવી નથી.
મ્યુનિસિપલ નાણા વિભાગ દ્વારા કમીશ્નર ઠરાવ નંબર ૩૩ આસી. કમીશ્નરોને નાણાકીય સત્તા આપવાનો પરીપત્ર કરવામાં આવ્યો છે. પરંતુ તેવા ઈજનેર ખાતાની ફાઈલનો નિકાલ કેવી રીતે થશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. એડી.ઈજનેરને તેમની ફાઈલ માટે આસી.કમીશ્નરની મંજૂરી લેવાની ફરજ પાડવામાં આવશે તો વધુ એક વખત બે કેડર વચ્ચે ટકરાવ થઈ શકે ેછે. ભૂતકાળમાં ઈજનેર ખાતાની તમામ ફાઈલો આસી. મ્યુનિસિપલકમીશ્નરની સહી બાદ ડે. મ્યુનિસિપલકમીશ્નર સમક્ષ રજુ કરવા પરીપત્ર થયો છે.
જેનો ઈજનેર અધિકારીઓએ વિરોધ કર્યો હતો. જેના કારણે પરીપત્ર પરત લેવાની ફરજ પડી હતી. મ્યુનિસિપલકમીશ્નરે વધુ એક વખત વર્ષો પહેલા સમેટાઈ ગયેલ ઝઘડામાં ચિનગારી ચાંપી છે. તેવી પણ ચર્ચા ચાલી રહી છે. મ્યુનિસિપલનાણા વિભાગ દ્વારા કમીશ્નર ઠરાવ નંબરથી આસી.મ્યુનિસિપલકમીશ્નરોને નાણાંકીય સત્તા આપવામાં આવી છે.
પરંતુ સ્ટેન્ડીંગ કમીટીની મંજૂરી લેવાની કોઈ જ દરકાર લેવામાં આવી નથી. તથા પરીપત્રમાં “સ્ટેન્ડીંગ કમીટીની અપેક્ષા” નો કોઈ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. મ્યુનિસિપલકોર્પોરેશનમાં શાસકોનું કોઈ જ મહત્વ રહયું નથી. તથા ૧૦૦ ટકા અધિકારી રાજ ચાલી રહયું છે. તે બાબત વધુ એક વખત પુરવાઈ થઈ છે.
મ્યુનિસિપલ કોગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ આ પ્રકારને નાણાકીય સત્તા આપવામાં આવતી રહેશે નો ચુંટાયેલી પાંખનું કોઈ જ મહત્વ રહેશે નહી.